અકસ્માતોની વણઝાર:લખતર-ઝમર વચ્ચે એક જ દિવસમાં બે અકસ્માત, ત્રણ વ્યક્તિઓ ઘાયલ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ઝમર વચ્ચે એક જ દિવસમાં બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં ત્રણ વ્યકિતને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, લખતર-ઝમર રોડ ઉપર સવારે લખતર તરફ આવી રહેલ વેગનઆર કાર ઝમર નજીક પહોંચતા કાર ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો.

અકસ્માતના બે બનાવોમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત
કાર ગામના તળાવમાં ખાબકી હતી. તેમાં કારને નુકશાન થયુ હતુ. તેમજ બે વ્યકિતઓને ઈજા થતા 108 એમ્બ્યુલન્સ વાનની મદદથી સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. બીજો બનાવ બપોરના સમયે બન્યો હતો. જેમાં લખતરથી સુરેન્દ્નગર તરફ જતી ઈકો કાર રોંગસાઈડમાં ખેંચાઈને પલ્ટી જતા કાર ચાલકને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે સુરેન્દ્નગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...