તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
70ના દાયકામાં સરકારે શીતાળની રસી ફરજિયા મુકાવી હતી
સુરેન્દ્રનગરના દૂધરેજ વિસ્તારમાં વહાણવટીનગરમાં રહેતા વિચરતી અને વિમુકત જાતીના વયોવૃદ્ધ કંકુમા પ્રેમજીભાઇ રાઠોડે જણાવ્યુ કે, કોરોના જેવી અનેક મહામારીઓ જોઇ છે. છપ્પનીયો દુકાળ, પ્લેગ વખતે સરકાર મદદે આવતી હતી. જયારે કોરોનાના સમયમાં સરકારી કોઇ મદદ મળી નથી. માત્ર સ્વૈચ્છીક સંસ્થાઓ અમને ઝૂંપડાવાળાઓને યાદ કરીને ખાવાનું દેવા આવતા હતા. હાલ કોરોનાની રસી શોધાઇ છે ત્યારે તેઓએ 70ના દાયકામાં શીતળાના રોગે માઝા મૂકી હતી તે સમયને યાદ કરતા કહ્યુ કે, શીતળાની રસી ફરજીયાત દરેકને મુકાવી હતી.
પ્લેગના રોગચાળા સમયમાં લૂંટફાટ તો કોરોનામાં કાળાબજારી વધી , સાજા હોવા છતાં બહાર નીકળાતું નથી
લખતરના દરબારી જીન પાસે રહેતા જબુબેન જેરામભાઇ ભૂત(પટેલે) જણાવ્યુ કે, અમે છપ્પનીયાકાળમાં નાના હતા. કોઇ સહાય ન મળે એટલે થેગ અને બીડ કાઢી પેટ ભરતા અને એ સિવાય સમેટીની દુકાનેથી મળતા ઘઉં અને રાતડીયો (લાલજુવાર) ખાવામાં લેતા. જ્યારે પ્લેગના સમયે લૂંટફાટ તો કોરોનાના સમયે કાળા બજારી વધી હતી. પ્લેગમાં તો બહાર જઇ શકાતુ હતુ, કોરોનામાં ઘરની બહાર પણ નીકળી શકાતુ ન હતુ. કોરોનામાં જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ ઉંચકાયા હતા. હાલ કોરોનાને કારણે શરીર સારૂ (જાતસાજી) હોવા છતા બહાર નથી નિકળાતુ તેમ જણાવ્યુ હતુ.
કોરોનાએ તો મોરબી હોનારત અને કચ્છમાં આવેલા ભૂકંપને પણ ભુલવાડી દીધો, મહામારીએ તો કોઇને ન છોડ્યા
મૂળ વઢવાણના ખોલડીયાદના અને હાલ પાટડી બજાણા ફાટક પાસે રહેતા પોપટભાઇ છબાભાઇ મોરીએ મોરબી હોનારતના પુરમાં અનેક પરિવારોને તણાઇને મોતને ભેટતા જોયા છે. બીજી બાજુ 2001માં કચ્છમાં આવેલા ભૂંકપના પણ સાક્ષી છે. જ્યારે કંડલા વાવાઝોડામાં પાટડી પાસેના હિંમતપુરાના એક જ પરિવારના 16 સભ્યો પાણીમાં વહી જવાના કારણે મોતને ભેટવાના બનાવો પણ ક્યારેય ભુલી શકાય એમ નથી તેમ જણાવતાં કહ્યું હતું કે, આ બધામાં કોરોનાના રોગે તો મોરબી હોનારત અને કચ્છના ભૂકંપને પણ ભુલવાડી દીધો હતો. આ રોગે પૈસાદાર કે નવયુવાન કોઇને પણ છોડ્યો નથી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.