તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:સ્વ.ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલાની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રીટાયર મુખ્ય સચિવે મુલાકાત કરી

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વ.ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલાની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રીટાયર મુખ્ય સચિવે મુલાકાત કરી - Divya Bhaskar
સ્વ.ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલાની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રીટાયર મુખ્ય સચિવે મુલાકાત કરી
  • પુષ્પમાળા પહેરાવીને રાષ્ટ્રીય શાયર અને પત્રકાર એવા સ્વ.મેઘાણીજીને યાદ કર્યા
  • આગામી દિવસોમાં બનનારા મ્યુઝીયમ અંગે ચર્ચાઓ કરી

ચોટીલામાં સ્વ. ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ પર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રીટાયર મુખ્ય સચિવે મુલાકાત કરી હતી. રાષ્ટ્રીય શાયર અને પત્રકાર સ્વ.મેઘાણીની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને યાદ કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રીટાયર મુખ્ય સચિવ પી.કે.લહેરી રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની મુલાકાતે આવ્યાં હતા. આગામી દિવસોમાં બનનારા મ્યુઝીયમ અંગે ચર્ચાઓ કરી હતી અને સ્વ.મેઘાણીની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને યાદ કર્યા હતા.

5 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝીયમ બનાવવાની જાહેરાત કરાઈ હતી.

રાષ્ટ્રીય શાયર અને પત્રકાર ઝવેરચંદ મેઘાણીજીનો આ પાંચાળ ધરતી પર એટલે કે ચોટીલામાં જન્મ થયો હતો. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દીવસો અગાઉ ચોટીલામાં સ્વ.મેઘાણીજીના જન્મસ્થળ પર 5 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝીયમ બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને લઈને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રિટાયર્ડ મુખ્ય સચિવ પી.કે.લહેરી, નાયબ કલેક્ટર આર.બી.અંગારી, મામલતદાર પી.એલ.ગોઠી સહિત સરકારી અધિકારીઓ અને સ્વ.ઝવેરચંદ મેઘાણીજીના પ્રપૌત્ર પીનાકીન મેઘાણીની ઉપસ્તિથીમા આગામી દિવસોમાં બનનારું મ્યુઝીયમ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. લોકોને મેઘાણીના પુસ્તકો અને તેમનું જીવનચરિત્ર અંગે માહિતી પણ મળતી રહે તેમની યાદો આજના યુગમાં જીવંત રહે તેવા હેતુથી આ મ્યુઝીયમ બનનાવવા આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...