તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હળવદના કોયબા ગામ નજીક પીક-અપ બસ સ્ટેડમાં ટ્રક ઘૂસી ગયો, બે ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના કોયબા ગામ નજીક પીક-અપ બસ સ્ટેડમાં ટ્રક ઘૂસી ગયો, બે ઈજાગ્રસ્ત - Divya Bhaskar
હળવદના કોયબા ગામ નજીક પીક-અપ બસ સ્ટેડમાં ટ્રક ઘૂસી ગયો, બે ઈજાગ્રસ્ત
  • બસ સ્ટેડની બાજુમાં આવેલી પોલીસ ચેકપોસ્ટ પર હાજર જીઆરડી જવાન પણ ઇજાગ્રસ્ત

રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં જેમ જેમ વાહનો વધી રહ્યાં છે, તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યાં છે. આજે હળવદ હાઈવે પર આવેલા કોયબા ગામના પાટિયા નજીક ધાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલો ટ્રક પીક-અપ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો જેના કારણે ટ્રક ડ્રાઇવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી સાથે જ અહીં બાજુમાં પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી હોવાથી એક જી.આર.ડી.ના જવાનને પણ ઈજા પહોંચી હતી.

જી.આર.ડી.ના જવાનને ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો છે. જ્યારે જી.આર.ડી.ના જવાનને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજે સવારના અગિયાર વાગ્યાની આસપાસ હળવદ હાઈવે પર આવેલા કોયબા ગામના પાટિયા પાસે ઉભા કરાયેલા પીક-અપ બસ સ્ટેન્ડમાં ધાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલો ટ્રક ઘૂસી ગયો હતો. જેના કારણે ડ્રાઇવર મંગલસિંહ ધાનસિંહ રાજપૂત (હે રાજસ્થાન)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પીક-અપ બસ સ્ટેન્ડની બાજુમાં જ પોલીસ દ્વારા ઊભી કરાયેલી ચેકપોસ્ટ પર હાજર જીઆરડી જવાન રમેશભાઈ શામજીભાઈ વાણિયાને પણ ઈજાઓ પહોંચતાં ટ્રક ડ્રાઈવર અને જીઆરડી જવાને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે ટ્રક ડ્રાઇવરને વધુ ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો છે. જ્યારે જીઆરડી જવાનને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે પીક-અપ બસ સ્ટેન્ડને મૂળમાંથી ઉખેડી નાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...