તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપીંડી:હળવદથી દાડમની પેટીઓ બનારસ પહોંચાડવાના બદલે ટ્રક ચાલકે બારોબાર વેચી નાખતા પોલીસ ફરીયાદ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદથી દાડમની પેટીઓ બનારસ પહોંચાડવાના બદલે ટ્રક ચાલકે બારોબાર વેચી નાખતા પોલીસ ફરીયાદ - Divya Bhaskar
હળવદથી દાડમની પેટીઓ બનારસ પહોંચાડવાના બદલે ટ્રક ચાલકે બારોબાર વેચી નાખતા પોલીસ ફરીયાદ
 • ટ્રાન્સપોર્ટના માલિકે યુ.પી.ના શખ્સ સામે રૂ. નવ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
 • હળવદ પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી

હળવદથી દાડમની પેટીઓ બનારસ પહોંચાડવાના બદલે યુ.પી.ના શખ્સે બારોબાર વેચી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટના માલીકે યુ.પી.ના શખ્સ સામે નવ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આથી, હળવદ પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદી સિકન્દરભાઇ અબ્દુલ્લાભાઇ મેવાતી (ઉ.વ.42 ધંધો-ટ્રાન્સપોર્ટ રહે.અમદાવાદ દાણીલીમડા)એ આરોપી ઇર્ષાદભાઇ અબ્દુલઅજીજ (રહે. 923, ગઢીવાલા મહોલ્લા.પીલખુઆ હાપુર જી.ગાજીયાબાદ, યુ.પી.) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.12 માર્ચથી તા.18 માર્ચ સુધીમાં આરોપીએ ફરીયાદીના ટ્રાંસપોર્ટના દાડમની પેટીઓ હળવદથી બનારસ ખાતે પહોંચાડવા માટે ભાડાથી આરોપીની ગાડી રાખી હતી અને આરોપીએ દાડમની પેટીઓ બનારસ ખાતે પહોંચાડવાના બદલે બારોબાર બદ દાનતથી વેચી નાખી ફરીયાદી સાથે આશરે રૂ. નવ લાખ રૂપિયાનું ગુન્હાહીત વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી.

આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે આરોપી સામે આઇ.પી.સી કલમ 407,420 મુજબ ગુન્હો નોંધી નાસી છૂટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચકચારીભર્યા કેસની આગળની તપાસ હળવદ પો.સ્ટે.ના પો.સ.ઇ પી.જી.પનારા ચાલવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો