હીટ એન્ડ રન:લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગામના પાટિયા પાસે ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફુલગામના પાટિયા પાસે ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત - Divya Bhaskar
ફુલગામના પાટિયા પાસે ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત
  • અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થતા શોધખોળ હાથ ધરાઈ

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની અડફેટે સાયકલ સવારનું મોત નિપજ્યું હતુ. ફુલગ્રામના પાટીયા નજીક સર્જાયેલા અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેટતા હોય છે. સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની અડફેટે સાયકલ સવારનું મોત નિપજ્યું હતુ.

લીંબડી રાજકોટ હાઇવે પર માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા અજાણ્યા ટ્રક ચાલકે સાયકલ ચાલકને હડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાન પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલિસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી એને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...