અકસ્માત:હળવદના માળિયા હાઈવે પર ટ્રકચાલકે ટ્રેકટરને અડફેટે લીધું, સદનસીબે જાનહાનિ ટળી

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણજિતગઢ ગામેથી કપાસ ભરીને આવતા ટ્રેક્ટરને ટ્રકે અડફેટે લીધું

હળવદના માળિયા હાઇવે ઉપર કંસારી હનુમાનજી મંદિર નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકે કપાસ ભરેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટરના બે ફાડીયા થઈ ગયા હતા. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર કંસારી હનુમાનજી મંદિર નજીક રણજીતગઢ ગામેથી કપાસ ભરીને આવતા ટ્રેક્ટરને આઇસર ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારતા ટ્રેકટરના બે ફાડીયા થઈ ગયા હતા અને ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી ગઈ હતી.

અકસ્માતની ઘટનાની જાણ થતાં રોડ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો અને લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડયા હતા. જો કે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...