તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:સુરેન્દ્રનગરમાં ખોદકામ બાદ યોગ્ય બુરાણ ન થતાં પરેશાની

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુંભારપરાના મુખ્ય રસ્તાથી રહીશો તોબા
 • રાત્રીના સમયે પસાર થતા લોકોમાં અકસ્માતનો ભય

સુરેન્દ્રનગર કુંભારપરા વિસ્તારામાં ખોદકામ બાદ યોગ્ય બુરાણ ન કરાતા રસ્તો ઉબડખાબડ બની ગયો છે. કુંભારપરા વિસ્તારમાં મુખ્ય રસ્તા પર જ ઠેર ઠેર ખાડાઓથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અને રાત્રીના સમયે પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે.

સુરેન્દ્રનગર કુંભારપરા વિસ્તારમાં અંદાજે 600 થી વધુ મકાનોમાં 2 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં થોડા સમય અગાઉ પાલિકા તંત્ર દ્વારા રસ્તાની વચ્ચે જ ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાર બાદ યોગ્ય બુરાણ કે સમારકામ હાથ ન ધરાતા રસ્તાની હાલત ખુબ ખરાબ બની ગઇ છે. જેને લઇને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ વિસ્તારમાં એક તો સાંકડા રસ્તાઓ અને તેમાં પણ રસ્તાની વચોવચ્ચ જ ખાડાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. તેજર રાત્રીના સમયે પસાર થતાં લોકોને અકસ્માતનો પણ ભય રહે છે. સ્થાનિક રહીશોની હાલાકીને ધ્યાને લઇ પાલિકા તંત્ર દ્વારા સત્વરે રસ્તાનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી માંગ છે. આ અંગે પાલિકાના એન્જીનીયર કે.જી.હેરમાએ જણાવ્યું પાણી અને ગટરની લાઇનના કનેક્શનની કામગીરી ચાલુ છે જે ત્યારબાદ રસ્તાનું નવીનીકરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો