તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિસ્માર હાલત:થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતાં લોકોને મુશ્કેલી

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતાં લોકોને મુશ્કેલી - Divya Bhaskar
થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતાં લોકોને મુશ્કેલી
  • બાયપાસ રોડ પર ખાડાઓ પડ્યા હોવાથી વાહન ચાલકોને હાલાકી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વધુમાં આ બાયપાસ રોડ પર ખાડાઓ પડ્યાં હોવાથી વાહન ચાલકોને પણ વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વધુમાં આ બાયપાસ રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માત સર્જવાનો ભય ઉભો થવા પામ્યોં છે. સાથે આ બિસ્માર રોડ પર ખાડાઓમા પાણી ભરાયાં હોવાથી વાહન ચાલકોના વાહનોમાં મેન્ટેનન્સના ખર્ચા વધુ આવતાં હોવાથી ચાલકોમાં પણ રોષ ફેલાવા પામ્યો છે.

થાનગઢના આ બાયપાસ રોડ વર્ષોથી જર્જરીત બન્યો હોવાથી સિરામીક એસોસિએશન દ્વારા લાગતા વળગતા તંત્રને અનેક વાર સરકાર સુધી રજુઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય ન લેવાતો હોવાથી સિરામીક એસોસિએશન દ્વારા આજે થાન મામલતદારને લેખીત આવેદનપત્ર આપી આ બિસ્માર રસ્તા અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

સિરામિક ઉદ્યોગ નગરી તરીકે ઓળખતા અને ભાજપનો ગઢ ગણાતા તેવાં થાનગઢના રોડ રસ્તાઓની હાલત જોતાં સિરામીકની ખરીદી કરવા માટે દેશ વિદેશમાંથી આવનારા લોકો પણ રોડ રસ્તાઓની ખરાબ સ્થિતિ હોવાથી અંચબામાં પડી જોતાં રહી જતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...