સમસ્યા:સુરેન્દ્રનગર-જામનગર બસનું રિઝર્વેશન ન થતું હોવાથી પરેશાની

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલાહકાર સદસ્યને જામનગરના DTO સાથે બોલાચાલી બાદ નિવારણ

સુરેન્દ્રનગર ડેપોમાંથી ઉપડતી સુરેન્દ્રનગર-જામનગર રૂટની બસનું રિઝર્વેશન તા. 13-5-2022થી કોઇ યાંત્રિક ખામીના કારણ ન થતા મુસાફરો સહિતના લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. આ અંગે લોકોએ એસટીના સલહાકાર સદસ્યને રજૂઆતો કરતા પ્રશ્નનું નિવારણ આવતા લોકોમાં રાહત ફેલાઇ હતી.

સુરેન્દ્રનગર ડેપોમાંથી સવારે 8 કલાકે ઉપડતી સુરેન્દ્રનગર- જામનગર બસનું કોઈપણ યાંત્રિક ખામીને કારણે 13-5-2022 પછી રિઝર્વેશન થતું ન હતું. નાગરિકો દ્વારા એસટીના સલાહકાર સદસ્ય એડવોકેટ વનરાજસિંહ રાણાને રજૂઆત કરી હતી. તેઓએ યોગ્ય સત્તાધીશોને રજૂઆત કરતાં આ બસને એડવાન્સ રિઝર્વેશન સિસ્ટમમાં લેવડાવતા અંતે પ્રશ્નનું નિવારણ આવ્યું હતું. આ સિસ્ટમ ક્ષતી દૂર કરવામાં અધિકારી ગણ કોઈ જામનગર વિભાગ કે રાજકોટ વિભાગ રસ દાખવતા ન હોવાની રાવ ઊઠી હતી. આથી વનરાજસિંહ રાણાએ સતત 2 દિવસ રાજકોટ અને જામનગરના જવાબદાર અધિકારી સાથે ક્ષતી મુદ્દો ઊભો રાખી આ પ્રશ્નનો ઉકેલ લાવ્યા હતા.

વનરાસિંહે જણાવ્યું કે, જામનગરના ડીટીઓ સાથે આ મુદ્દાનું નિવારણ લાવવાનો હોઈ શાબ્દિક બોલાચાલી જનતા પ્રવાસીના હિતમાં થઈ ગઇ હતી. સુરેન્દ્રનગરના કિરીટ ત્રિવેદીએ જણાવ્યું કે વનરાસિંહને રિઝર્વેશનના પ્રશ્ન બાબતે ફરિયાદ કરી હતી. મારા જેવા કેટલાના આ પ્રશ્ન ક્ષતી મુદ્દો નિવારેલો હતો. તેઓએ સુરેન્દ્રનગર જિલ્લાના બસ સ્ટેન્ડનો જટિલ પ્રશ્ન ધારાસભ્યને માર્ગદર્શક બનીને મુખ્ય બસ સ્ટેન્ડ બની રહ્યું છે. આ ઉપરાંત નવા રૂટોની માગણી, સ્ટોપ ફરિયાદ નિવારણ જેવા કેટલા પશ્ર્નો નિવારે છે અને ફરિયાદી મુસાફરોની ફરિયાદ સાંભળીને ન્યાય અપાવે છે.

અન્ય સમાચારો પણ છે...