વ્યવસ્થા:અમદાવાદ-ઓખા વચ્ચેની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ટ્રીપસ લંબાવાઇ

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર, થાન સહિત 10 સ્ટેશને ટ્રેન સ્ટોપેજ લેશે

પશ્ચીમ રેલ્વે દ્વારાઅમદાવાદ અને ઓખા વચ્ચે ચાલતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ની ટ્રીપ્સ બદલાયેલા સમય સાથે લંબાવાઇ છે. આથી આ ટ્રેન સુરેન્દ્રનગર, થાન સહિત 10 સ્ટેશને ટ્રેન સ્ટોપેજ લેશે. જેમાં મુસાફરોને થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચની સુવિધા મળશે.પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા અમદાવાદ અને ઓખા વચ્ચે ચાલતી જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સને બદલાયેલા સમય સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યા મુજબ અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની 16 ટ્રીપ્સ જે અમદાવાદ - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી રાત્રે 23:25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:25 વાગ્યે ઓખા પહોંચશે.

આ ટ્રેન 3 સપ્ટેમ્બર, 2022 થી 22 ઓક્ટોબર, 2022 સુધી દર શનિવારે ચાલશે.એ જ રીતે, ટ્રેન ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી રાત્રે 23:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 4 સપ્ટેમ્બર 2022 થી 23 ઓક્ટોબર 2022 સુધી દર રવિવારે ચાલશે.આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.

અન્ય સમાચારો પણ છે...