દુર્ઘટના:વઢવાણ-કોઠારિયા રોડ પર સૂડવેલ પાસે 2 કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત : એકનું મોત

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ-કોઠારીયા રોડ પર ત્રિપલ અકસ્માત થતા એકનું મોત થયું હતું. - Divya Bhaskar
વઢવાણ-કોઠારીયા રોડ પર ત્રિપલ અકસ્માત થતા એકનું મોત થયું હતું.
  • 4 ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવાતાં એકની હાલત ગંભીર, અમદાવાદ રિફર કરાયા

વઢવાણ-કોઠારિયા રોડ પર સૂડવેલ સોસાયટી પાસે 3 વાહન વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. બનાવની જાણ થતા 108 તેમજ પોલીસ ઘટના સ્થળે ધસી જઇને કાર્યવાહી કરાતા 4 ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં લઇ જવાયા હતા. જ્યાં ગાંધીનગરના ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદ રીફર કરાયા હતા. 12 જૂન શનિવારે આ રોડ પર આવેલા પેટ્રોલ પંપ સુડવેલ સોસાયટી પાસે ઇકો ગાડી, ટાટા ફોરવ્હીલ કાર તેમજ એક મોટા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ બનાવમાં વઢવાણ સૂડવેલ સોસાયટીમા રહેતા સલીમભાઈ મહેમુદભાઈ ચુડેસરા નામના વ્યક્તિનું મોત થયું હતું. વઢવાણ પોલીસ મથકના આર.ડી.સોલંકી સહિતની ટીમ તેમજ 108ના પાયલોટ મેહુલભાઈ રાઠોડ અને ઇએમટી આકાશભાઈ દસાડિયા સહિતની ટીમ ધસી જઇને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયા હતા.

જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને સીયુશાહ તેમજ સી.જે.હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરના જગદીશભાઈ ટાંક તેમના કોઇ સંબંધીને મળવા આવ્યા હતા અને ગાંધીનગર પરત ફરતા તેમને પણ અકસ્માત નડ્યો હોવાનું બહાર આવ્યું હતંુ. અને તેમની હાલત ગંભીર જણાતા સુરેન્દ્રનગર બાદ વધુ સારવારમ માટે અમદાવાદ લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...