તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિકંદન:હળવદના રણમલપુર ગામના સ્મશાનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અસામાજિક તત્વોએ અસંખ્ય વૃક્ષનો સોથ વાળી દેતા ગ્રામજનોમાં રોષ

હળવદ તાલુકાના રણમલપુર ગામના વડીલોએ લોકડાઉનના પ્રારંભે શ્રમયજ્ઞ કરી ગામના સ્મશાનમાં સેંકડો વૃક્ષો વાવી તેની માવજત શરૂ કરી હતી. પરંતુ તાજેતરમાં જ પ્રકૃતિના દુશમન એવા કોઈ અસામાજિક તત્વોએ આ નવા ઉછરી રહેલા વૃક્ષો ઉખાડી ફેંકતા ગ્રામજનોમાં દુઃખ મિશ્રિત રોષની લાગણી ફેલાઇ છે.

હળવદ તાલુકાના રણમલપુર ગામના સ્મશાનમા ગ્રામજનો અને વડીલો દ્રારા લોકડાઉનના પ્રારંભે વાવીને ઉછેરવામા આવેલ અસંખ્ય વૃક્ષોનો રાત્રી દરમ્યાન અજાણ્યા શખ્સોએ સોથ વાળી દેતા ગ્રામિણોમાં આઘાત ફેલાયો છે. રણમલપુરના ગ્રામજનોના કથન મુજબ ગામના વૃક્ષપ્રેમીઓ તેમજ સ્મશાનની દેખરેખ રાખતા ગ્રામજનોએ મહા મહેનતે અસંખ્ય વૃક્ષો ઉછેર્યા હતા. જે પૈકીના મોટા ભાગના વૃક્ષો જમીનના ભાગથી સાવ ઉખાડી નંખાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. સંતાનોને ઉછેરતા હોય એવી માવજત સાથે ઉછરેલા વૃક્ષોની આવી અવદશા જોઈ ગ્રામીણોના હૃદયમાં ટીસ ઉઠી છે. પ્રકૃતિના દુશ્મનોનું આવા શીતળ છાંયડો આપતા વૃક્ષોએ શું બગાડ્યું હશે એવા અનેકવિધ સવાલો સાથે આ કાર્ય કરનાર અસામાજીક અને વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યા શખ્સો સામે રોષ વ્યક્ત કરી તેઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો