પક્ષી બચાવો અભિયાન:સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્રો તથા કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્રો તથા કંટ્રોલરૂમ કાર્યરત કરાયા
  • જિલ્લાના 10 તાલુકામાં ક્ન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવ્યા પ્રમાણે જીવદયા અર્થને ખરા અર્થમાં સાર્થક કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાયણ નિમિત્તે રાજ્ય વ્યાપી પક્ષી બચાવો અભિયાનની ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, મહા નગરપાલિકાઓ, પોલીસ વિભાગ, બિન સરકારી સંસ્થાઓ તથા સ્વંય સેવકો તમામનું સંકલન કરી પતંગ ચગાવવાની દોરીને લીધે ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તેમજ તેનો જીવ બચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઈન મેપની લીંક સ્વયં સંચાલિત વાઈલ્ડલાઈફ હેલ્પલાઈન નંબર 8320002000 માં ‘કરૂણા’ મેસેજ લખી મળી શકશે. ઉપરાંત ઇંશ મેસેજ લખવાથી બર્ડ હેલ્પલાઈન તેમજ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડનના નંબર મેળવી શકાશે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે કરૂણા અભિયાન- 2022ની તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં ક્ન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ ઘાયલ પક્ષીને તાત્કાલિક સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે સ્વયંસેવકોની ટીમ પણ બનાવવામાં આવી છે. કોઇ પણ ઘાયલ પક્ષીને નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે આ ક્ન્ટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર પર જાણ કરવા વધુમાં જણાવાયું છે.

પાટડીમાં આજે વહેલી સવારે રેંજ ફોરેસ્ટ ઓફિસર અનીલભાઇ રાઠવા, ફોરેસ્ટર બી.જે.પાટડીયા, જગદિશપ્રસાદ રાવલ અને બજરંગ દળના આકાશ પંચાલ સહિતના યુવાનો દ્વારા વહેલી સવારથી જ ઘાતક દોરીથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી. અને ગંભીર રીતે ઘવાયેલા અબોલ પક્ષીઓને બજાણા કેર સેંટર ખાતે લાવી પશુ ચિકિત્સક અધિકારી દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ અભિયાન આજે આખો દિવસ ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...