સારવાર:12 વર્ષમાં 25 હજારથી વધુ રખડતા પશુ પક્ષીની સારવાર કરી નવજીવન આપ્યું

સુરેન્દ્રનગર,થાન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતા પશુઓનો આશરો એટલે થાનના જીવદયા ગ્રુપે એક વર્ષમાં 11,172 પશુપક્ષીને સારવાર આપી
  • જેના કોઇ ધણીધોરી નથી તેવા 300 થી વધુ પશુઓનો નિભાવ, પશુઓના નિભાવ પાછળ મહિને અંદાજે રૂપિયા 5 લાખથી વધુનો ખર્ચ, 3 ડોક્ટરો અને 70 થી વધુ સભ્યોની ટીમ 24 કલાક સેવા માટે તૈયાર

થાનગઢના જીવદયા ગૃપ દ્વારા બીનવારસી પશુ પક્ષીઓને સેવા માટે સેવાયજ્ઞ ચલાવાઇ રહ્યો છે.જેમાં 300થી વધુ પશુનુ નિભાવ સારવાર કરાય છે.અહીં વર્ષ 2021માં 11,172 પશુપક્ષીની સારવાર કરઇ છે.જ્યારે 12 વર્ષમાં 25 હજારથી વધુ પશુ પક્ષીને સારવાર અપાઇ છે.રખડતા બિનવારસી પશુઓનો આશરો એટલે થાન જીવદયા. જીવદયા ગૃપ સંચાલીત પાંજરાપોળમાં જે પશુઓનો કોઇ ધણીધોરી નથી તેવા અંદાજે 300 થી વધુ બિનવારસી પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે.

વર્ષ 2009 થી જીવદયા ગૃપ દ્વારા ઘાયલ પશુઓની નિશુલ્ક સારવાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં અંદાજે મહિને 100 થી વધુ ઘાયલ પુશઓ અને પંખીઓની સારવાર કરવામાં આવતી હતી. પરંતુ ધીરે ધીરે થાન શહેર અને આસપાસના વિસ્તારમાં જીવદયા ગૃપની સેવા અંગે જાણ થતાં હાલ મહિને 1000 થી વધુ પશુઓની સારવાર કરાયછે.આ અંગે પાંજરાપોળના પ્રમુખ રાજુભાઇ ભગત, ટ્રસ્ટ્રી વિરાટભાઇ દોઢીવાળા, અનિલભાઇ સીંધી, લાલજીભાઇ, જયરાજભાઇ સહીતની ટીમ દ્વારા વર્ષ 2021માં ગાય, ખૂંટ, બળદ, પાડા,શ્વાન અને અન્ય નાના મોટા પ્રાણીઓ 8156 અને પંખીઓ 389ની સારવાર કરાઇ છે.

જ્યારે 53 પશુ પક્ષી રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપાયા જ્યારે 440 પશુઓને સર્જરી તથા 2107 પશુને ખારવા, ગળસુંઠો, લમ્પીવાયરસ, હઢકવાની રકસી આપી અને 27 પશુને કુવામાંથી બહારકાઢી કરી નવ જીવન અપાયુ છે.વર્ષ 2009 થી શરૂ થયેલા આ સેવાયજ્ઞમાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ રખડતા પશુઓને નવજીવન આપવામાં આવ્યું છે. આ પશુપક્ષી માટે દર મહિને અંદાજે રૂપિયા 5 લાખથી વધુનો ખર્ચ થાય છે.

જે માટે જીવદયાગૃપ દર માસની અગીયારસે ગામમાં ઝોળી ફેરવવામાં આવે છે અને તેમાં જે રકમ એકઠી થાય તે પાંજરાપોળને અર્પણ કરવામાં આવે છે. જીવદયાગ્રુપ સંચાલિત પાંજરાપોળના પ્રમુખ રાજુભાઇ ભગતે જણાવ્યું હતું કે, અકસ્માત કે હુમલાના બનાવમાં ગાય, શ્વાન સહીતના પશુઓ અપંગ બની જતા કોઇ સાચવતું હોતું નથી. આવા પશુઓ માટે પાંજરાપોળમાં ખાસ અલગ વોર્ડ બનાવી સાચવવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...