બદલી:સુરેન્દ્રનગર જિલ્લામાં જજની બદલીઓના ઓર્ડર કરાયા

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકાની કોર્ટના જજની બદલીઓ અન્ય જિલ્લામાં કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી.પિન્ટોની બદલી સાબરકાંઠા હિંમતનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે, કચ્છ ભુજના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રતાપદાન ગઢવીની બદલી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સુરેન્દ્રનગર તરીકે કરાઇ છે.

સુરેન્દ્રનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સેસન્સ જજ જયેશકુમાર પટેલની બદલી મેમ્બર ઇન્ડસ્ટ્રિયલ કોર્ટ વડોદરા કરાઇ છે. પંચમહાલ ગોધરાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની બદલી સુરેન્દ્રનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કરાઇ છે. ધ્રાંગધ્રા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિકટ અને સેસન્શ જજ સવાઇસીંગ રાજપુરોહીતની બદલી સાબરકાંઠા ઇડર એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે થઇ છે.

તેમના સ્થાને વડોદરાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્શ જજ ગિરિશકુમાર પાસીની નિમણૂક થઇ છે. લીંબડી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રતિકભાઇ તમાકુવાલાની બદલી બનાસકાંઠા તરાદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી થઇ છે. તેમના સ્થાને વડોદરાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્શ જજ મમતાબેન ચૌહાણની બદલી સુરેન્દ્રનગર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...