બદલી:સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા 45 નાયબ મામલતદાર, 46 ક્લાર્ક અને 12 તલાટીઓની બદલી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયગાળા બાદ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા એક સાથે 103 જેટલા અધિકારી કર્મચારીઓની બદલી કરાઇ
  • આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ બદલી કરાઇ

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે. ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓનો દોર યથાવત થઈ જવા પામ્યો છે. ખાસ કરીને પહેલા પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ અને પોલીસ તંત્રમાં પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલની બદલી કરી અને તાત્કાલિક હાજર થવા અંગેની સુચના જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગમાં ફરજ બજાવતા 103 જેટલા કર્મચારીઓની આંતરિક બદલી
પોલીસ તંત્રની બદલી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા પ્રશાસન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા બદલીઓનો દોર યથાવત કરી નાખવામાં આવ્યો છે. એક જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગમાં ફરજ બજાવતા 103 જેટલા કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી નાખવામાં આવી છે. અને અલગ અલગ જગ્યાઓ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. લાંબાગાળા બાદ બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અને કર્મચારીઓ બદલીઓની માંગ કરી રહ્યા હતા. અંતે વિધાનસભાની ચૂંટણી આવતા જ જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા બદલીનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 103 જેટલા કર્મચારીઓની બદલી કરી નાંખવામાં આવી છે.

તાત્કાલિક ધોરણે હાજર થવાની સૂચના પણ આપવામાં આવી
આ બદલીમાં 12 જેટલા તલાટીઓ, 45 જેટલા નાયબ મામલતદાર, 46 જેટલા ક્લાર્કની પ્રથમ તબક્કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બદલી કરી નાખવામાં આવી છે. અને તાત્કાલિક ધોરણે હાજર થવાની સૂચના પણ જિલ્લા કલેકટર દ્વારા બદલી થયેલા અધિકારીઓને કર્મચારીઓને આપવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, લાંબા વિરામ બાદ એક સાથે જિલ્લા કલેકટર કચેરી મામલતદાર ઓફિસ અને ક્લાર્ક તરીકે અલગ અલગ કચેરીઓમાં ફરજ બજાવતા 103 જેટલા કર્મચારીઓની બદલીઓ કરી નાખવામાં આવતા કામગીરી અંગે પણ નવા આવનારા અધિકારીઓને તકલીફ ઊભી થશે તે પણ ચોક્કસ વાત છે.

કોઈને પણ જિલ્લા ટ્રાન્સફર આપવામાં આવ્યું નથી
બીજી તરફ જોકે બદલી ચોક્કસપણે આંતરિક રીતે કરવામાં આવી છે. કોઈને પણ જિલ્લા ટ્રાન્સફર આપવામાં આવ્યું નથી. માંગનારા અધિકારીને પણ જિલ્લા ટ્રાન્સફર આપવામાં આવ્યું નથી.તમામને જિલ્લામાં અરસપરસ બદલી કરી અને મૂકી દેવામાં આવ્યા છે. તાત્કાલિક હાજર થવાની સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ તબક્કે 103 જેટલા નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની બદલી કરી અને વિધાનસભાની ચૂંટણી અંગે પ્રશાસન વિભાગે તૈયારી દર્શાવી છે.

પ્રશાસન વિભાગના અધિકારીઓને ચૂંટણી કામગીરી અર્થે મુકવામાં આવ્યા બાદ અનેક કચેરીઓમાં ઇન્ચાર્જ રાજ શરૂ
એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કર્મચારીઓની ઘટ તો યથાવત જ છે. ત્યારે ચૂંટણી નજીક આવતા પ્રશાસન વિભાગ દ્વારા નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની બદલી કરી નાખવામાં આવી છે. અને ચૂંટણી કામગીરી માટે ક્લાર્ક અને નાયબ મામલતદાર થઈ કુલ 29 જેટલા કર્મચારીઓને મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ચૂંટણી કામ અર્થે મુકેલા આ કર્મચારીઓ ખાસ ચૂંટણી અંતર્ગત કામગીરી કરશે. ત્યારે તેમની ખાલી પડેલી જગ્યાઓમાં અન્ય અધિકારીને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. જેને લઇને અન્ય અધિકારી કે જેને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેની કામગીરીમાં વધારો થશે અને ફરી સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં ઇન્ચાર્જ રાજ યથાવત થશે. અને કામગીરી પણ વધતા જાહેર જનતાના જે કામો છે, તેને લઈને ધક્કાઓ ખાવા પડશે તે વાત પણ ચર્ચામાં આવી છે તેવા સંજોગોમાં અલગ અલગ સ્થળો ઉપર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મૂકવામાં આવેલા અધિકારીઓની ખાલી પડેલી જગ્યામાં ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક આપી દેવામાં આવી છે.

જિલ્લા ટ્રાન્સફર માંગનારા અધિકારીઓને જિલ્લા ટ્રાન્સફર આપવામાં ન આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા જિલ્લાના 103 જેટલા અધિકારીઓને કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે. ત્યારે અન્ય જિલ્લામાંથી સુરેન્દ્રનગર સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ દ્વારા જિલ્લા ટ્રાન્સફર માંગવામાં આવ્યું હતુ. પરંતુ વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અને કામગીરી ત્વરિત થાય અને ઝડપી થાય તે માટે હાલના તબક્કામાં ફક્ત આંતરિક બદલ્યો કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા જિલ્લા ટ્રાન્સફર માંગવામાં આવ્યું હતુ, તેમ છતાં પણ હજુ જિલ્લા ટ્રાન્સફર આપવામાં આવ્યું નથી. વિધાનસભાની ચૂંટણી બાદ જ જિલ્લા ટ્રાન્સફર આપવામાં આવશે, તે વાત નક્કી છે. પરંતુ હાલના તબક્કામાં બદલીઓ થયા બાદ જિલ્લા ટ્રાન્સફર માંગનારા અધિકારીઓ અને કર્મચારીઓને પણ તાત્કાલિક હાજર થવા અંગેની સૂચના જિલ્લા કલેકટરે આપી છે.

11 ક્લાર્ક અને 18 નાયબ મામલતદારને પણ વિધાનસભાની કામગીરીમાં મુકાયા
જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા તો ચૂંટણી લડનારા ઉમેદવારોની યાદીઓ પણ જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પણ સતત પ્રચારનો દોર યથાવત કરી દીધો છે. ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીને અંદાજિત 50 દિવસ બાકી રહ્યા હોય, ત્યારે જિલ્લા પ્રશાસન વિભાગે પણ તૈયારીઓનો દોર યથાવત કરી દીધો છે. શાંતિપૂર્ણ રીતે જિલ્લામાં ચૂંટણી યોજાઈ તે માટે હાલમાં પ્રથમ બદલીના તબક્કામાં 11 જેટલા ક્લાર્ક અને 18 જેટલા નાયબ મામલતદારોને ચૂંટણી કામ અર્થે મૂકી દેવામાં આવ્યા છે અને જિલ્લા કલેકટર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

હજુ પણ ચૂંટણી પહેલા મામલતદાર અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવશે
સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા બદલીઓ દોર યથાવત કરી દેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં જિલ્લાના 103 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે. અને ચૂંટણી કામ અર્થે પણ 29 જેટલા કર્મચારીઓને મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ વિધાનસભાની ચૂંટણીમાં કામગીરી અર્થે કર્મચારીઓને અધિકારીઓની ઘટ વર્તાઇ રહી છે. ત્યારે હજુ પણ વિધાનસભાની ચૂંટણી પહેલા જિલ્લાના મામલતદાર અને ઉચ્ચતર કક્ષાના અધિકારીઓની બદલી કરી અને વિધાનસભાની કામગીરી હેઠળ મૂકવામાં આવશે, તેવી પણ ચર્ચા એ જોર પકડ્યું છે. હજી બીજા તબક્કાની બદલી બાકી છે. ત્યારે હજુ પણ અનેક કર્મચારીઓને અધિકારીઓની બદલી બીજા તબક્કામાં થઈ શકે છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા વિધાનસભાની કામગીરી પ્રશાસન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અને બદલીઓનો દોર અને કર્મચારીઓને પણ કામે લગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...