સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યા બાદ હરેશકુમાર દૂધાતે પોલીસ અધીકારીઓની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં આઇ.બી. વલવીને સીપીઆઇ લીંબડીથી ચોટીલા પીઆઇ તરીકે જયારે ઇનવેસ્ટીવ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન યુનિટ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા ટી.બી. હિરાણીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં જયારે મિત્તલબેન ડી. ચૈાધરીને મહિલા પોલસ સ્ટેશન સુરેનદ્રનગરથી સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન ખાતે અને સીટી પીઆઇ યુ.એલ.વાઘેલાને સીપીઆઇ ધ્રાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે ડીએસપીએ કુલ 9 પોલીસ કર્મચારીઓને બઢતીના ઓર્ડર પણ કર્યા છે. જેમાં એક હથિયારી હેડ કોન્સ્ટેબલને એએસઆઇ અને 8 હથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. આગામી સમયમાં એકને એક જગ્યા પર લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીનો પણ ઘાણવો ટૂંક સમયમાં જ નીકળવાની પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.