બદલી:સુરેન્દ્રનગર જિલ્લાના 13 નાયબ મામલતદારોની બદલી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી સરળતા માટે કલેકટરેનો ઓર્ડર

કલેકટર કે. રાજેશે જાહેર હીતાર્થે અને વહીવટી સરળતા ખાતર બદલીના ઓર્ડરો કર્યા છે. જેમાં જી.આર.જાડેજાને મધ્યાહન ભોજન મૂળીથી મહેસુલ વિભાગ લખતર, કે.એમ.ઝાલાને મધ્યાહન ભોજન ધ્રાંગધ્રાથી શીરસ્તેદાર ધ્રાંગધ્રા, આર.સી.રાવલને શીરસ્તેદાર ધ્રાંગધ્રાથી પુરવઠા વિભાગ, સુરેન્દ્રનગર, એચ.આર.પઢીયારને સર્કલ ઓફીસર વઢવાણ-1માંથી શીરસ્તેદાર વઢવાણ, એસ.ડી.ભુસડીયાને સર્કલ ઓફિસર લીંબડીથી મહેસુલ વિભાગ સાયલા, આર.એમ.ચૌધરીને લીંબડી પેટા ચૂંટણીમાંથી શીરસ્તેદાર લીંબડી, બી.એ.ઠાકોરને શીરસ્તેદાર લીંબડીથી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકનની કચેરી, સુરેન્દ્રનગર, એ.આર.બોલણીયાને મધ્યાહન ભોજન સાયલાથી સર્કલ ઓફિસર સાયલા, એન.યુ.લીંબડને દબાણ વિભાગ સાયલાથી મધ્યાહન ભોજન સાયલા, આર.આર.ખાંભલાને ઇ-ધરા ધ્રાંગધ્રાથી સર્કલ ઓફિસર-ર ધ્રાંગધ્રા, પી.એમ.પટેલને સર્કલ ઓફિસર-ર ધ્રાંગધ્રાથી આયોજન કચેરી, સુરેન્દ્રનગર, પી.વી.મકવાણાને દબાણ વિભાગ ચોટીલાથી પુરવઠા વિભાગ ચોટીલા, એમ.એસ.પઢીયારને જમીન વિભાગ કલેકટર કચેરીમાંથી હક્કપત્રક વિભાગ કલેકટર કચેરીમાં બદલી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...