વિકાસ:ભાવનગરથી દોડતી ટ્રેનો હવે ડિઝલ એન્જિનને બદલે ઈલેક્ટ્રિક એન્જિનથી દોડશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્િીમ રેલ્વે દ્વારા ભાવનગર ડિવિઝનની ડીઝલ એન્જીનથી ચાલતી ટ્રેનોને વીજળીની મદદથી દોડાવવાનો નિર્ણય લીધો છે. આથી ડિવિઝનની 10 ટ્રેન તા.18 ઓક્ટોબરથી ઇલેક્ટ્રિક એન્જીનથી દોડશે. પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી 10 જોડી ટ્રેનોને ઇલેક્ટ્રિક એન્જિન સાથે ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યુ કે અનુસાર ભાવનગર રેલ્વે ડિવિઝનના વિવિધ સ્થળોએ લાંબા સમયથી વિદ્યુતીકરણની કામગીરી ચાલી રહી હતી.

હવે ભાવનગરથી દોડતી ટ્રેનોમાં ઈલેક્ટ્રિક એન્જિનની સુવિધા પણ ઉપલબ્ધ છે. 17 ઓક્ટોબરથી બાંદ્રા-ભાવનગર, 18 ઓક્ટોબરથી ભાવનગર-બાંદ્રા, 18 ઓક્ટોબરથી ભાવનગર-આસનસોલ, 20 ઓક્ટોબર આસનસોલ-ભાવનગર, 17 ઓક્ટોબર બાંદ્રા-ભાવનગર, 23 ઓક્ટોબર ભાવનગર-બાંદ્રા, 20 ઓક્ટોબર કાકીનાડા-ભાવનગર, 22 ઓક્ટોબર ભાવનગર-કાકીનાડા, 17 ઓક્ટોબર ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર, 17મી ઓક્ટોબરથી ભાવનગર-પાલિતાણા-ભાવનગર, 17મી ઓક્ટોબરથી ભાવનગર-બોટાદ અને17મી ઑક્ટોબર બોટાદ-ભાવનગર ઇલેક્ટ્રિક એન્જિનથી દોડાવવામાં આવશે.

વિદ્યુતીકરણના ઘણા ફાયદા છે. અગાઉ ડીઝલથી ચાલતી ટ્રેનોને કારણે પર્યાવરણમાં પ્રદૂષણની સમસ્યા રહેતી હતી.પરંતુ હવે વિદ્યુતીકરણથી ધુમાડો નહીં નીકળે. તેથી પ્રદૂષણની સમસ્યા હવે નિવારી શકાશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...