તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:હળવદમાં યુવકે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો, આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં ટ્રેન નીચે પડતું મુકી યુવાને જિંદગીનો અંત કર્યો, સ્થાનિકોમાં ચકચાર ફેલાઇ - Divya Bhaskar
હળવદમાં ટ્રેન નીચે પડતું મુકી યુવાને જિંદગીનો અંત કર્યો, સ્થાનિકોમાં ચકચાર ફેલાઇ
  • ગાંધીધામથી અમદાવાદ જતી માલગાડી નીચે યુવાને પડતુ મુક્યું

આજરોજ હળવદ શહેરમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૃતક યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે અકબંધ
હળવદ શહેરમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર છતાં રેલવે ટ્રેક પર શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઇ દેવશીભાઇ ઉઘરેજા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધીધામથી અમદાવાદ જતી માલગાડી નીચે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે મૃતક યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સુધી સામે આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...