તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લીંબડી-ધંધુકા રોડ ઉપર બાઇક અને કાર વચ્ચે ટક્કર, માતા-પુત્રના મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
લીંબડી-ધંધુકા રોડ ઉપર બાઇક અને કાર ગમખ્વાર ટક્કર, માતા-પુત્રના મોત
  • બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

સુરેન્દ્રનગરના લીંબડી-ધંધુકા રોડ ઉપર ગોપાલ નગર નજીક બાઇક અને કાર વચ્ચે ભેંસ આવતા અકસ્માતમાં માતા-પુત્રનું મોત નિપજ્યું હતુ. જ્યારે આ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

માતા-પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું

સુરેન્દ્રનગરના અકસ્માત ઝોન તરીકે પ્રચલિત એવા લીંબડી-ધંધુકા રોડ ઉપર ગોપાલ નગર નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં માતા-પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે આ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...