સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દિવસે દિવસે ખિસ્સા કપાવવા સહિતના બનાવો બનતા મુસાફરો અને લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે મુસાફરોએ એસટી સલાહકાર સદસ્યને ફરિયાદો કરી હતી. સુરેન્દ્રનગર ડેપો જિલ્લા મથકનો ડેપો છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો આવ-જા કરી રહ્યા છે.
આ ઉપરાંત બસ સ્ટેન્ડ નાનું હોઈ મુસાફરોને બેસવાની સગવડ નથી કે પ્લેટફોર્મ ઉપર આડેધડ બસો નિયત પ્લેટફોર્મ ઉપર બસ ન ઉભી રહેતા લોકો અને મુસાફરો ખુબ જ હાડમારીને ત્રાશ ભોગવે છે. જેના કારણે ગીર્દી મુસાફરની થાય જેનો લાભો ખીચાકાતરું ઉઠાવે છે. પોલટેક્નિકના કર્મચારી જાનીભાઈના પુત્ર સુરેન્દ્રનગરથી રાજકોટ જતા હતા તે સમયે તેમનું પોકેટ ખિસ્સુ કપાતા અને મોબાઈલ ચોરી થઇ હતી. જેની ફરિયાદ એસટી સલાહકાર સદસ્ય વનરાજસિંહ એસ.રાણાને કરી હતી.
આ અંગે વનરાજસિંહ રાણાએ જણાવ્યુ કે, ધારાસભ્ય ધનજીભાઈ પટેલને આ ડેપોના વહીવટની જાણ કરી હતી. અને જનતા પ્રવાસીના હિતમાં પોલીસબીટ મુકાય તેમજ તો આવા બનાવો ઉપર ચોક્કસ નિયંત્રણ કરવા અને કોઈ સક્ષમ અધિકારીને બદલી કરીને મુકવામાં આવે તેવી માગ એસટી મધ્યસ્થ કચેરી અમદાવાદ અને સરકારમાં કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.