તંત્રની બેદરકારી:32ના મહેકમ સામે હાલ 27ના સ્ટાફ સાથે જર્જરિત સાધનોથી લડતું ટ્રાફિક તંત્ર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગ એવા હેન્ડલુમ ચોકમાં જર્જરિત ટ્રાફિકબુથ. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગ એવા હેન્ડલુમ ચોકમાં જર્જરિત ટ્રાફિકબુથ.
  • સુરેન્દ્રનગર-વઢવાણમાં 4થી વધુ ટ્રાફિકબૂથ ખખડધજ

સુરેન્દ્રનગર ટ્રાફિક શાખામાં અધિકારી સહિત 32નું મહેકમ છે. જેની સામે હાલ પીએસઆઈ, પોલીસ કર્મી સહિત કુલ 27નો સ્ટાફ છે. હજુ પણ 5 જેટલા કર્મીઓની ઘટ છે. બીજી તરફ સુરેન્દ્રનગર તેમજ વઢવાણ આ બંને જોડિયા શહેરની અંદાજે 3 લાખની જનતા છે. ત્યારે બંને શહેરના મુખ્ય માર્ગો પર રોજ મોટી સંખ્યામાં જિલ્લા તેમજ જિલ્લા બહારના વાહનો અવરજવર કરી રહ્યાં છે.

જેના કારણે બંને જોડિયા શહેરના માર્ગો પર ટ્રાફિક નિયમનનો પડકાર થઇ રહ્યો છે. બીજી તરફ ટ્રાફિકને લગતા કેટલાક સાધનો પણ હાલ જર્જરિત હાલમતાં શહેરમાં શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાધનોની અંદર ઉભા રહીને ટ્રાફિકની કામગીરી કરવી મુશ્કેલીરૂપ બની છે. શહેરની ચારથી વધુ જગ્યાએ ટ્રાફિકબૂથ ખૂબ જ ખખડધજ થઇ ગયા છે.

બંને શહેરમાં આવેલા પોઇન્ટ છે
સુરેન્દ્રનગર આંબેડકર ચોક, હેન્ડલુમ ચોક, શાકમાર્કેટ, ટાંકી ચોક, ટાવર ચોક, મેકસન સર્કલ, એનટીએમ ચોક, જવાહર ચોક, વાદીપરા ચોક, મલ્હાર ચોક, બહુચર હોટેલ 3 રસ્તા, વાડીલાલ ચોક, કુંતુનાથ દેરાસર, માઇમંદિર રોડ, સિતાપુર ચોક તેમજ વઢવાણ શિયાણીપોળ, ધોળીપોળ, ગેબનશાપીર સર્કલ, ઉપાસના સર્કલ, એસટી ડેપો, ગણપતિ ફાટસર સહિત 20થી વધુ પોઇન્ટ આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...