અમદાવાદ-કચ્છ હાઈવે પર ચક્કાજામ:સુરેન્દ્રગનગરના માલવણ-અખિયાણા પાસે પુલના કામના કારણે ટ્રાફિક જામ થયો, રસ્તાની બંને તરફ દસ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માલવણ-અખિયાણા પાસે પુલના કામના કારણે ટ્રાફિક જામ થયો, - Divya Bhaskar
માલવણ-અખિયાણા પાસે પુલના કામના કારણે ટ્રાફિક જામ થયો,
  • ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો

અમદાવાદ-કચ્છ હાઇવે પર રાત્રિના ચાર વાગ્યાના અરસામાં માલવણ-અખિયાણા પાસે પુલના ચાલી રહેલા કામના કારણે સામસામે ટ્રક આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ થતા રસ્તાની બંને તરફ 8 થી 10 કિમી લાંબી વાહનોની કતારો લાગી હતી. ત્રણ કલાક સુધી ચક્કાજામ રહેતા વાહનચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો અને પેટ્રોલ-ડીઝલનો વ્યય થયો હતો.

અમદાવાદ કચ્છ હાઈવે પર રાત્રિના 4 વાગ્યાના અરસામાં ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિકથી સતત ધમધમતા હાઈવે પર જામ લાગતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાની બંને તરફ 8 થી 10 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. જેના કારણે વાહનચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો અને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને વાહનમાં બેસી રહેવું પડ્યું હતું.

એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જઈ રહ્યા છે, ત્યારે વાહન ચાલકોને ટ્રાફિકના દ્રશ્યો અને પેટ્રોલ-ડીઝલના ભાવથી મોટું નુકશાન થવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અમદાવાદ કચ્છ હાઇવે પર એલ.એન.ટી.ની બેદરકારીથી વારંવાર ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે. જ્યારે એલ.એન.એન્ડ ટી અધિકારીઓએ મૌન ધારણ કર્યું છે.અમદાવાદ-કચ્છ હાઇવે પર વારંવાર ટ્રાફિકના દ્રશ્યો સર્જાવા છતા્ એલ.એન.ટી.તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમદાવાદ-કચ્છ હાઇવે પર રોડની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો બાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ જગ્યા સ્થળે પહોંચીને ટ્રાફિક હલ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...