સભાનું આયોજન:શહેરમાં PMના કાર્યક્રમને ધ્યાને લઈ ટ્રાફિક ડાઈવર્ઝન અપાયા

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં 21 નવેમ્બરે વડાપ્રધાનની જાહેરસભાનું આયોજન છે. ટ્રાફિક નિયમન માટે ડાઈવર્ઝન અપાયા છે. આથી તે દિવસે સવારે 8થી 5 સુધી વૈકલ્પિક રૂટ પરથી વાહનો ચલાવવા પશે. વઢવાણ બેઠકના ઉમેદવારના સમર્થનમાં 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન છે.

આથી સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પરના સભા સ્થળ પર વિસ્તારમાં વાહનનોને ડાઈવર્ઝન રૂટ છે.આથી સુરેન્દ્રનગરથી માલવણ તરફ જતા વાહનોએ વટેશ્વર વન, દૂધરેજ પાસે આવેલ કેનાલ ઉપરથી મૂળચંદ ગામ પાસેથી બાકરથળી થઇ માલવણ જવાનું રહેશે. ધ્રાંગધ્રા તથા ખોડુ તરફ જતા વાહનોએ દૂધરેજ વડવાળા મંદિરથી આગળ કટુડા ગામના બોર્ડથી કટુડા ગામથી ધ્રાંગધ્રા રોડ થઇને, ધ્રાંગધ્રા તરફથી આવતા અને સુરેન્દ્રનગર સીટીમાં જતા વાહનો ધ્રાંગધા રોડ પર આવેલ કટુડા ગામના બોર્ડથી કટુડા ગામ થઈ દૂધરેજ વાળા રસ્તે થઈ જશે.

ધ્રાંગધ્રા તરફથી આવતા વાહનોએ માલવણ તરફ જવા લટુડા ગામના બસ સ્ટેન્ડથી બાકરથળી ગામ તરફ જવાના રસ્તેથી તેમજ માલવણ તરફથી આવતા વાહનોને ધ્રાંગધ્રા જવા બાકરથળી ગામના બસસ્ટેન્ડ પાસેથી લટુડા ગામના રસ્તે થઇને જવાનું રહેશે. માલવણ તરફથી સુરેન્દ્રનગર લીંબડી આવતા વાહનોને બાકરથળી ગામ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરથી મુળચંદ તરફ જવાના રસ્તે થઇને જવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...