દીવાલ ધરાશાયી મામલો:હળવદમાં મીઠાના કારખાનામાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે આવતીકાલે વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં મીઠાના કારખાનામાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ખુદ હળવદ દોડી ગયા હતા - Divya Bhaskar
હળવદમાં મીઠાના કારખાનામાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ખુદ હળવદ દોડી ગયા હતા
  • વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે

મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતાં એક જ પરિવારના 6 સહિત 12 લોકોનાં મોત થયા હતા. હળવદ પંથક સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી દુર્ઘટનામાં 12 લોકોના મોત નિપજતા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી કઠણ કાળજુ ધરાવતા લોકોનું પણ કાળજુ દ્રવી ઉઠ્યું છે. આ ઘટનાથી હળવદ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે હળવદના વેપારીઓ આવતી કાલે ગુરુવારે અડધો દિવસ દુકાનો બંધ રાખી શોક પાળશે અને વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે.

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં આજે અચાનક મસમોટી દીવાલ ઘસી પડતા ત્યાં મજૂરી કરતા શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાં 12 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા ભારે અરેરાટી મચી ગઇ છે. આ દુર્ઘટનાથી સમગ્ર હળવદ પંથક હચમચી ઉઠ્યું છે. તેમજ પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. હળવદ પંથકના વેપારી આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. જેથી તમામ વેપારીઓ આવતીકાલે ગુરુવારે અડધો દિવસ દુકાનો બંધ રાખશે અને સવારે 10 વાગ્યે હળવદના ભવાની મેડિકલ પાછળ આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે વેપારીઓ દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વેપારીઓ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...