તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:પાટડીમાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓએ સાંજે 4 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાટડીમાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓએ સાંજે 4 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો - Divya Bhaskar
પાટડીમાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓએ સાંજે 4 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો
 • 15 તારીખ સુધી સવારે 7 થી 4 સુધી જ બજારો ખુલ્લી રાખવાનો નિર્ણય

પાટડીમાં વધતા જતા કોરોના કહેરના લીધે નગરજનોમાં ફફડાટનો માહોલ છે. આથી પાટડીના વેપારીઓ પોલિસ મથકે દોડી જઇ PSI સાથે મીટીંગ કરી પાટડીમાં ચાર વાગ્યાથી સ્વેચ્છીક લોકડાઉનની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ગુરૂવારથી જ વેપારીઓ દ્વારા સવારે 7 થી 4 સુધી વેપાર ધંધા 15 તારીખ સુધી ચાલુ રહેશે.

પાટડીમાં પાછલા કેટલાક દિવસથી કોરોના પોઝીટીવ કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં પાટડી પથંકમાં કોરોના પોઝીટીવના 40થી વધુ કેસો સામે આવ્યા છે. જેમાં અનેક દર્દીઓ તો અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. પાટડીમાં વધતી જતી કોરોના કહેરના લીધે નગરજનોમાં ફફડાટનો માહોલ છે. અને લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

પાટડીના વેપારીઓ ગુરૂવારે સવારે સાથે મળી પાટડી પોલીસ મથકે ધસી ગયા હતા. અને પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી સાથે મેરોથોન મીટીંગ કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા પાટડી નગરમાં સાંજે ચાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીના સ્વૈચ્છિક લોકડાઉન કરવાની માંગણી કરી હતી. આથી પોલીસ દ્વારા ગુરૂવારથી 15મી એપ્રિલ સુધી સવારના 7 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મુખ્ય બજારોની તમામ દુકાનો બંધ રહેશે.

આ અંગે પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરીએ જણાવ્યું કે, સાંજે ચાર વાગ્યા પછી કોઇએ કામ વગર બહાર ન નીકળે એનો કડક અમલ કરાવવામાં આવશે અને ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીગનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે જેથી કરીને કોરોના સંક્રમણની ચેન તોડી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો