"એક તક પોલીસને":સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો અને ભુ-માફીયાઓનો ત્રાસ વધ્યો, 20થી વધુ પરિવારોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો અને ભુ-માફીયાઓનો ત્રાસ વધ્યો - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો અને ભુ-માફીયાઓનો ત્રાસ વધ્યો
  • ભુ-માફીયાઓ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો અને ભુ-માફીયાઓનો ખુબ ત્રાસ વધ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા "એક તક પોલીસને" કાર્યક્રમમાં વ્યાજખોરો અને ભૂ-માફીયાઓથી પીડિત 20થી વધુ પરિવારોએ જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો અને ભુ-માફીયાઓનો ખુબ ત્રાસ વધ્યો છે. જે અંતર્ગત "એક તક પોલીસને" કાર્યક્રમમાં ભુ-માફીયાઓ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પીડિત લોકોએ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે પણ વ્યાજ ખોરો અને જમીન પચાવી અને કબ્જો કરનારા પર કડક કાર્યવાહીના આદેશ પોલીસ તંત્રને આપ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા "એક તક પોલીસને" કાર્યક્રમમાં વ્યાજખોરો અને ભૂ-માફીયાઓથી પીડિત 20થી વધુ પરિવારોએ જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજુઆત કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂ-માફીઆઓ અને વ્યાજખોરોના વધતા જતા ત્રાસથી ચોંકાવનારી રીતે વધતા આત્મહત્યાના બનાવ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં આવતા વ્યાજખોરોમાં અને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...