ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં બોર્ડની પરીક્ષા યોજી હતી.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 1178 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેઓ હાલ પરીક્ષાના પરીણામની રાહ જોઇ રહ્યા હતા.તેમની ઇંતેજારીનો અંત આજે આવશે જેના પરીણામો ઓનલાઇન જોઇ શકાશે.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એક વર્ષના ગાળા બાદ બોર્ડની પરીક્ષા તાજેતરમાં લેવાઇ હતી.જેમાં તા.28 માર્ચ થી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાઇ હતી.જેમાં જિલ્લાના 2 પરીક્ષા કેન્દ્રો પર 7 સ્થળોએ વિજ્ઞાન પ્રવાહના 1178 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.હાલ આ વિદ્યાર્થીઓ વેકેશનનો આનંદ માણવા સાથે પરીક્ષાના પરીણામની રાહ જોઇ રહ્યા હતા.ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રીએ ઓનલાઇન જાણકારી આપી હતી.
જેમાં ધો.12 સાયન્સનું પરીણામ 12 મેના રોજ સવારે 10 કલાકે મુકવાની જાહેરાત કરાઇ છે.આથી ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની સાઇટ www.gseb.orh પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી જાણી શકાશે.જ્યારે વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર એસઆર શાળાવાર મોકલવા અંગે પછી જાણ કરવામાં આવશે.આમ પરીક્ષા બાદ પરીણામની રાહ જોતા વિદ્યાર્થીઓની ઇંતેજારીનો આજે અંત આવવા સાથે સાયન્સ પ્રવાહનું રીઝલ્ટ જાહેર કરી દેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.