સમીક્ષા બેઠક:ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયાસો કરવા : કલેક્ટર

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 18 નોડલ અધિકારી સાથે કલેક્ટરની સમીક્ષા બેઠક

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે ચૂંટણીના આયોજન માટે 18 નોડલ અધિકારીઓને જવાબદારી સોંપી હતી.તેમની સાથે ચૂંટણી આયોજન અંગે બેઠક યોજી હતી.જેમાં તૈયારીઓ અંગે વિગતો મેળવી વધુમાં વધુ મતદાન થાય તે માટે આયોજન કરવા સુચના આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ બેઠકો પર તા.1 ડિસેમ્બર, 2022નાં રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષી જિલ્લા ચૂંટણી તંત્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.તે અંગે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટે કલેક્ટર કચેરીમાં ચૂંટણીની જવાબદારી સોંપાઇ તે 18 નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજીહતી.જેમાં અત્યાર સુધીની કામગીરી અને મતદાનનાં દિવસ સહિતનાં આયોજન વિશે સમીક્ષા કરી હતી.

જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાનાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાનાર હોવાથી નોડલ અધિકારીઓને પોતાને સોંપાયેલી કામગીરીનાં દરેક પાસાને ધ્યાનમાં રાખી આયોજન કરવા તથા આદર્શ આચારસંહિતાભંગ સહિતની તમામ પ્રકારની ફરિયાદોનો સમય મર્યાદામાં નિકાલ થતો રહે તેની તકેદારી રાખવા અને મતદાનની ટકાવારી વધે તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવા સૂચના આપી હતી.

જિલ્લાનાં દિવ્યાંગ મતદારો માટે વિધાનસભા મતદાર વિભાગનાં તમામ મતદાન મથકો ખાતે પૂરતી વ્યવસ્થા કરવા તાકિદ કરી હતી તેમજ સ્થળાંતરિત મતદારો મતદાન કરી શકે તે માટે જોઈતી વ્યવસ્થા ગોઠવવા ઉમેર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, અધિક નિવાસી કલેકટર દર્શના ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે.મજેતર, ચૂંટણી મામલતદાર એન.વી.સોજીત્રા સહિત ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...