તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આંબેડકરચોકથી જોરાવરનગર તરફના પુલનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ પુલનું ઉદઘાટન થાય તે પહેલા જ જનતાએ પુલ પર વાહનવ્યવહાર શરૂ કરી દીધો છે. બીજી તરફ પુલ ચાલુ કરવાનો જશ લેવા ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ભાજપ કહે છે કે પુલ અમારી રજૂઆતથી ચાલુ થયો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસે ડાયવર્ઝનનો મુદ્દો ઉઠવાતા ચૂ઼ટણીને લઇને તાત્કાલિક પુલ શરૂ કરાયો હોવાનો કોંગી આગેવાનો આક્ષેપ કરી રહ્યાં છે.
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા 6 કરોડના ખર્ચે પુલ બન્યો
સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે આંબેડકરચોકથી જોરાવરનગર તરફના ખર્ચે પુલ બનાવવામાંની કામગીરી હાથ ધરી હતી. હાલ 90 ટકા જેટલુ કામ પૂર્ણ થઇ ગયું છે તેમ છતાં જનતાએ જાતે જ પુલ પર વાહનવ્યવહાર ચાલુ કરી દીધો છે. આંબેડકરચોક તરફના છેડા પર હજુ પાકો રસ્તો, સર્કલ સહિતની કામગીરી બાકી છે તેમ છતા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પુલ ચાલુ થવા મામલે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.
ભાજપના આગેવાનો કહે છે અમારી રજૂઆતથી પુલ ચાલુ કરાયો છે, બીજી તરફ કોંગ્રેસે પાકા ડાયવર્ઝનનો મુદ્દો સોશિયલ મીડિયામાં ઉઠાવતા તાત્કાલિક પુલ ચાલુ કરાયો હોવાનું કોંગી આગેવાનો જણાવી રહ્યાં છે. બે વર્ષથી ખખડધજ કાચા રસ્તા પર વાહનો ચલાવી જનતા તોબા પોકારી ગઇ હતી ત્યારે ચૂંટણીના સમયે પુલના મુદ્દે જશ ખાટી જવા ભાજપ અને કોંગ્રેસ બન્ને વચ્ચે હોડ લાગી છે.
પુલનું કામ પૂરું થયું નથી ચૂંટણીલક્ષી પુલ ચાલુ કરાયો
પુલનું કામ શરૂ થયું ત્યારથી અમારી ટીમ દ્વારા પાકુ ડાયવર્ઝન બનાવવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું અને આગામી પાલિકાની ચૂંટણીમાં અમે આ મુદ્દો લોકો સુધી લઇ જવાના હતા આથી આ મુદ્દો ચૂંટણીમાં અસર કરે તેવી શક્યતા હોય તાત્કાલીક થીંગડા મારી પુલ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ કાચા ડાયવર્ઝનથી પ્રજાને જે હાલાકી પડી છે તે મુદ્દો અમે લોકો સુધી ચોક્કસ લઇ જશું. - કમલેશ કોટેચા, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ
કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટેના પ્રયાસો કરે છે : શહેર ભાજપ પ્રમુખ
સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પુલ બનાવ્યો છે પરંતુ કોંગ્રેસના મિત્રોને નવો બનેલો પુલ નથી દેખાતો પરંતુ કાચુ ડાયવર્ઝન જ દેખાય છે. અને સસ્તી પ્રસિદ્ધિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે હાલ પુલનું મોટા ભાગનું કામ પૂર્ણ થઇ ગયું હોય અમારી ટીમ દ્વારા લોકોને ઝડપથી સુવિધા મળે તે માટે ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી. પરંતુ કોંગેસને માત્ર દુવિધાઓ જ દેખાય છે સુવિધા કે વિકાસના કામો નથી દેખાતા. - વિરેન્દ્રભાઇ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.