વઢવાણ સબરજીસ્ટ્રાર કચેરીમાં ભણેલા લોકોના અંગુઠાના નિશાન વાળા ચિતરામણ જોવા મળે છે. મિલકત દસ્તાવેજ થઇ જાય એટલે શ્યાહી વાળા અંગુઠાને દિવાલ સાથે લગાવીને ખરાબ થાય છે. આ અંગે રજીસ્ટ્રાર કચેરીએ લેખિત સુચના મુકવા છતા જવાબદાર નાગરીકો સુધરતા ન હોવાની રાવ ઉઠી છે.
ગુજરાત રાજ્યમાં મિલકત લે વેચ સબરજીસ્ટ્રાર કચેરીમાં થાય છે.રાજ્ય સરકારે દરેક જિલ્લાને અને તાલુકા મથકે કચેરીઓનું નિર્માણ કરી આપે છે. પરંતુ આ મિલકનોતી નાગરીકો જ સાચવતા ન હોવાની બુમરાડો ઉઠી છે. વઢવાણ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભણેલા લોકોના અંગુઠા ઠેરઠેર જોવા મળે છે. દસ્તાવેજ કરવા આવતા અરજદારો શ્યાહીવાળા અંગુઠા દિવાલ અને બારણા સાથે લગાવે છે. આથી દિવાલ અને બારણા પર ચિતરામણ જોવા મળે છે. આ અંગે જાગૃત નાગરીક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યુ કે રાજ્યની લગભગ સબરજીસ્ટ્રારકચેરીઓને આવી હાલત આપણે કરી નાંખી છે.
દસ્તાવેજ થઇ જાય પછી શ્યાહી વાળા અંગુઠાને દિવાલ સાથે ઘસી ખરાબ કરવામાં આવે છે.સરકાર કચેરીઓનું નિર્માણ અને નિયમો નાગરીક તરીકે આપણી જવાબદારી છે.આ અંગે રજીસ્ટ્રાર કચેરીના પટેલભાઇએ જણાવ્યુ કે આ અંગે લેખિતમાં સુચના મુકવા છતા અમારા ધ્યાને જે લોકો આવે તેમને તેમ કરતા રોકીએ છીએ સરકારી કચેરીમાં ભણેલા ગણેલા લોકોના અંગુઠાઓના નિશાન જોઇએને આપણને શરમ આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.