કમ્પ્રેસર ફાટ્યું:સુરેન્દ્રનગરના સાયલા બાયપાસ પરના કેમિકલ પ્લાન્ટમાં કમ્પ્રેસર ફાટતા ત્રણ કર્માચારી ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાચની વ્હીસલ તૂટી જતા ત્રણ કર્મચારીઓના શરીરમાં કાચના ટુકડા ઘુસી ગયા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા બાયપાસ રોડ ઉપર આવેલી કેમીકલ પ્લાન્ટમાં કમ્પ્રેસર ફાટતા ત્રણ કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા. કાચની વ્હીસલ તૂટી જતા ત્રણ કર્મચારીઓના શરીરમાં કાચના ટુકડા ઘુસી ગયા હતા. ત્રણેય કર્મચારીઓને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાયલા બાયપાસ રોડ ઉપર સિદ્ધિ કેમીકલ પ્લાન્ટ નામની કંપની આવેલી છે. જેમાં વિવિધ પ્રકારની પ્રોડકટ બનાવવામાં આવે છે.

કંપનીમાં કમ્પ્રેસરનું પ્રેસર અચાનક વધી જતા કાચની વ્હીસલ તુટી ગઈ હતી. જેને કારણે ત્યાં કામ કરતા સંજયભાઈ કાનાભાઈ રાઠોડ, રૂદ્ર હિમાંશુભાઈ અને મહેશભાઈ પરમાર નામના ત્રણ કામદારોના મોઢા અને હાથના ભાગે મોટા પ્રમાણમાં કાચના ટુકડાઓ ઘૂસી જતા ગંભીર હાલતમાં ત્રણેય કર્મચારીઓને પ્રથમ સાયલા સરકારી હોસ્પીટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવારની જરૂર જણાતા સુરેન્દ્રનગરની હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...