નજીવી બાબતે હુમલો:સુરેન્દ્રનગરના રૂપાવટીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે જૂથ અથડામણ, સામ સામે લોખંડના પાઈપ અને બોથડ પદાર્થથી હુમલો થતા ત્રણ મહિલાઓને ઈજા

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના રૂપાવટીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે જૂથ અથડામણ - Divya Bhaskar
સુરેન્દ્રનગરના રૂપાવટીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે જૂથ અથડામણ
  • ઈજાગ્રસ્ત મહિલાઓને મેડીકલ કોલેજ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી
  • પોલીસે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે જૂથ અથડામણ થઈ હતી. જેમાં 3 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. શેરીમાં પાણી ઢોળવા બાબતે અને અન્ય અદાવતમાં જૂથ અથડામણ થઈ હોવાની વિગતો બહાર આવી છે. જેમાં બન્ને પક્ષે સામસામે લોખંડના પાઈપ અને બોથડ પદાર્થથી હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે 8 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે જૂથ અથડામણમાં 3 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ હુમલાના પગલે ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતાં શહેરની મેડીકલ કોલેજ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી છે. શેરીમાં પાણી ઢોળવા બાબતે અને અન્ય અદાવતમાં જૂથ અથડામણ થઈ હોવાની વિગતો બહાર આવી છે.

બન્ને પક્ષે સામસામે લોખંડના પાઈપ અને બોથડ પદાર્થથી હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલી જોરાવરનગર પોલીસે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...