અકસ્માત:સુરેન્દ્રનગરના સાયલા નેશનલ હાઇવે પર આઇસરે બોલેરોને ટક્કર મારતાં ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના સાયલા નેશનલ હાઇવે પર આઇસરે બોલેરોને ટક્કર મારતાં ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત - Divya Bhaskar
સુરેન્દ્રનગરના સાયલા નેશનલ હાઇવે પર આઇસરે બોલેરોને ટક્કર મારતાં ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત
  • ત્રણે મહિલાઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નેશનલ હાઇવે પર બોલેરો કારને ટક્કર મારતા ત્રણ મહિલાઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે પ્રથમ સાયલા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે જૈન મંદિર પાસે પસાર થતી બોલેરો કારને આઇસરના ચાલકે કાબૂ ગુમાવી અને ટક્કર મારતાં આઇસર ઘટનાસ્થળ પર પલટી મારી ગઇ હતી.

આઇસરની ટક્કર લાગવાના કારણે બોલેરો કાર ખાડામાં ઉતરી ગઇ હતી. જેમાં સવાર રહેલી ત્રણ મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા મહિલાઓને પ્રથમ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, ત્યાંથી વધુ સારવાર માટેની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...