તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પાટડીમાં પીજીવીસીએલ કર્મચારી પર ત્રણ શખ્સોએ હિચકારો હુમલો કર્યો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાટડીમાં પીજીવીસીએલ કર્મચારી પર ત્રણ શખ્સોએ હિચકારો હુમલો કર્યો - Divya Bhaskar
પાટડીમાં પીજીવીસીએલ કર્મચારી પર ત્રણ શખ્સોએ હિચકારો હુમલો કર્યો
 • કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો

પાટડી પીજીવીસીએલના કર્મચારી દેવીપૂજક વિસ્તારમાં લાઇટ રીપેરીંગ કરવા ગયો હતો. ત્યારે આ વિસ્તારના ત્રણ શખ્સોએ લાઇટ બાબતે બોલાચાલી કરી પીજીવીસીએલના કર્મચારી પર હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટના બાબતે ત્રણેય શખ્સો વિરૂદ્ધ પાટડી પોલિસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હિચકારા હુમલો કરતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી

પાટડી પીજીવીસીએલમાં ફરજ બજાવતા મુકેશભાઇ કાવજીભાઇ ગામેતી અને સુભાષચંદ્ર હરજીભાઇ કટારા પાટડી સંઘના પેટ્રોલ પંપ પાસે દેવીપૂજક વિસ્તારમાં લાઇટ બંધ હોઇ લાઇટ રીપેરીંગ કરવા ગયા હતા. ત્યારે રાત્રીના સમયે ઇલેક્ટ્રિક થાંભલા પર બેટરી વડે લાઇટ રીપેરીંગ કરી રહ્યાં હતા. ત્યારે રસીકભાઇ છનાભાઇ દેવીપૂજક, મુન્નાભાઇ અમરશીભાઇ દેવીપૂજક અને કાનજીભાઇ છનાભાઇ દેવીપૂજકે એક સંપ કરી મુકેશભાઇ ગામેતીને ઢીકા પાટુનો માર મારી ગાળો આપી હિચકારા હુમલો કરતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી

આથી એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પાટડી પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર નિલેશ મંડલી સહિતનો સ્ટાફ પાટડી સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો. આ બનાવ અંગે પાટડી પીજીવીસીએલના મુકેશભાઇ ગામેતીએ પાટડીના ત્રણેય દેવીપૂજક શખ્સો વિરૂદ્ધ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પાટડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ જે.બી.મીઠાપરા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો