બરવાળા લઠ્ઠાકાંડ:સુરેન્દ્રનગરના વેજલકા, ચચાણા અને કોરડા ગામના ત્રણ લોકોનું કેમિકલયુક્ત દારૂ પીવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું

ગુજરાત રાજ્યમાં કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે અંદાજિત 40થી વધુ લોકોના મોત અલગ અલગ સ્થળો ઉપર થયા છે. ત્યારે આ કેમિકલયુક્ત દારૂના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના પણ ત્રણ લોકોના મોત થયા છે. દારૂના સેવન બાદ તબિયત લથડતા ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ત્યાં તેમની બે દિવસ સુધી સતત સારવાર ચાલી હતી. પરંતુ તબીયત અચાનક લથડતા તેમના મોત થયા હતા. જેને લઇને તેઓના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી હતી.

અચાનક જ ઉલ્ટી થતા હોસ્પિટલ ખસેડ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામના વતની દિપકભાઈ ભાવાભાઈ ભોચિયા દેવિપૂજક જેઓ ઘણા સમયથી ભિમનાથ ગામ ખાતે રહેતા હતા. છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ પોલારપુર ગામેથી દારૂ લાવી અને પિતા હોય ત્યારે તેમને અચાનક જ ઉલ્ટી થતા તેમના પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે તેઓને ભાવનગર લઈ જવાયા હતા. જ્યા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજી તરફ ચુડાના વેજલકા ગામે વસવાટ કરતા અને સામાન્ય રીતે પોતાનું જીવન ધોરણ ગુજારતા વધુ એક વૃદ્ધનું તેમજ કોરડા ગામના એક વ્યક્તિનું દારૂના સેવન બાદ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં મોત થયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કેમિકલયુક્ત દારૂના સેવન બદલ ત્રણ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...