તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલસાની આડમાં દારૂની હેરાફેરી:મોરબીમાં કોલસાની આડમાં ઘૂસાડાઈ રહેલો સવા ત્રણ લાખનો દારૂ ઝડપાયો, ડ્રાઈવર-ક્લીનર ફરાર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં કોલસાની આડમાં ઘૂસાડાઈ રહેલો સવા ત્રણ લાખનો દારૂ ઝડપાયો, ડ્રાઈવર-ક્લીનર ફરાર - Divya Bhaskar
મોરબીમાં કોલસાની આડમાં ઘૂસાડાઈ રહેલો સવા ત્રણ લાખનો દારૂ ઝડપાયો, ડ્રાઈવર-ક્લીનર ફરાર
  • પોલીસે દારૂ, કોલસા ભરેલા ટ્રક સહિત કુલ રૂ.13.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો

મોરબીમાં ટ્રકમાં કોલસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કોલસા ભરેલો ટ્રક અટકવતા ડ્રાઇવર અને ક્લીનર નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે ટ્રકની તલાસી લેતા કોલસા હેઠળ છુપાવેલો રૂ.3.24 લાખનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. આથી, પોલીસે દારૂ, કોલસા ભરેલા ટ્રક સહિત કુલ રૂ.13.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફ રવાપર ચોકડીથી લીલાપર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન RJ-4-GA-3677 નબરની કોલસા ભરેલી ટ્રક પસાર થતા પોલીસે એ ટ્રકને અટકાવી ડ્રાઇવર અને ક્લીનર પાસે કાગળો માંગ્યા હતા. આથી ટ્રક રોડની સાઈડમાં ઉભો રાખવાનું કહીને ટ્રકને ત્યાં જ મૂકી ડ્રાઇવર અને ક્લીનર પોલિસને ચકમો અાપીને ભાગી છૂટ્યા હતા.

મોરબી એ ડિવિઝન પોલીસે બાદમાં આ ટ્રકને પોલીસ મથકે લાવીને તલાશી લીધી હતી. આથી ટ્રકમાં કોલસાની નીચે છુપાવેલો 1080 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. કોલસાની આડમાં રૂ.3.24 લાખનો વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે હાલ દારૂ, કોલસા ભરેલા ટ્રક સહિત કુલ રૂ.13.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ દારૂ ક્યાંથી ભરીને કોને આપવાનો હતો તે જાણવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...