સુરેન્દ્રનગરની યુવતિની સગાઇની વાત પાડોશી યુવાન સાથે થઇ હતી.પરંતુ તેની સાથે સગાઇ તોડી અન્ય યુવતિ સાથે લગ્ન કર્યા હતા. જે છુટાછેડા બાત પહેલા સગાઇ વાળી યુવતીને લગ્ન કરવાનું દબાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જ્યારે તેના વિડીયો સોશીયલ મિડીયામાં મુકતા યુવતીએ ઝેર પીધુ હતુ.આથી સારવાર માટે લઇ જવાઇ જ્યાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર સીટી એડિવીઝન પોલીસ મથકે દુધરેજ ફાટક પાસે રહેતા 22 વર્ષીય છાયાબેન રૂદાતાલાએ ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યા મુંજબ તેઓ તેમના 6 ભાઇ બહેનના પરીવારમાં રહે છે. તેમના પિતાનુ અવસાન થયુ છે. જ્યારે માતા માનસીક બીમાર છે.તેઓની બે વર્ષ પહેલા સગાઇની વાતચીત બાજુમાં રહેતા ભરતભાઇ ત્રિભોવનભાઇ સાથે થતા સાથે ફરતા હતા. પરંતુ સગાઇ તોડી ભરત ભાઇએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા.
જેના છુટા છેડા થતા ઘરમાંથી છાયાબેન નિકળેતો પીછો કરી ને મારી સાથે લગ્ન કરી લે નહીંતર જાનથી મારીનાંખીશની ધમકી આપતો હતો. તેઓ શિવરાત્રીના તહેવારમાં બહેન બનેવીને તેમના ઘરે આવ્યા હતા.તે દરમિયાન ભાઇના ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં જણાયુ કે ભરતભાઇએ તેમના આઇડી પર તેમનો જુનો વિડીયો મુક્યો હતો.આથી છાયાબેનને લાગી આવતા એરંડામાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.આથી પરીવાર જનો દોડી આવ્યા ઝેરી દવાથી ઉલટીઓ થવા લાગતા સારવાર માટે ટીબી હોસ્પીટલ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ભાનમાં આવ્યા બાદ ભરતભાઇ ત્રિભોવનભાઇ સામે ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ હેડકોન્સટેબલ પ્રવિણભાઇ પરમાર ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.