તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સુરેન્દ્રનગર પાલિકાના આરોગ્ય સમિતિના મહિલા ચેરમેનને મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણમાં ગટરનું રિપેરિંગ કામ ચાલુ હોઈ મકાન આગળ ખોદકામ ન કરવા દેતા મામલો બિચક્યો હતો

વઢવાણ વાઘેશ્વરી ચોકમાં દિવાન સાહેબની ડેલી રોડ ઉપર નગરપાલિકા અન્ડર ગ્રાઉન્ડ ગટરનું રિપેરિંગ કામ ચાલું હતું. ત્યારે મકાન આગળ ખોદકામ ન કરવા દઇને કેટલાક શખસોએ પાલિકાના વોર્ડ નં. 12ના સદસ્યા અને આરોગ્ય સમિતિના મહિલા ચેરમેનને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી અપાતા તેઓએ વઢવાણ પોલીસ મથકે 3 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ ખાંડીપોળ તાલુકા પંચાયત પાસે રહેતા સ્મિતાબેન રાકેશભાઈ રાવલ વોર્ડ નં. 12માં સદસ્યા તરીકે ચૂંટાઇ આવ્યા હતા. હાલ તેઓ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરપર્સન છે. ત્યારે તેઓને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી અપાતા ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ વઢવાણ વાઘેશ્વરી ચોકમાં દિવાન સાહેબની ડેલી રોડ ઉપર પાલિકાના માણસો અન્ડર ગ્રાઉન્ડ ગટરનું રિપેરીંગ કામ કરતા હતા.

આ વિસ્તારમાં રહેતા ભરતસિંહ રણજીતસિંહ સીંધવે કામ કરવા નહીં દઇએ વોર્ડના સદસ્યોને અપશબ્દ બોલતા હોવાનો સ્મિતાબેનને રિપેરિંગનું કામ કરતા પાલિકાના માણસોએ ફોન કરતા તેઓ અને સદસ્ય બહાદુરસિંહ સોલંકી બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ આ બાબતે મામલો બિચકાતા ભરતસિંહ તેમના મકાનમાંથી લાકડી લઇ આવીને સ્મિતાબેનને મારવા જતા લોકોએ ભરતસિંહને પકડી રાખ્યા હતા.

તેમ છતાં જેમ ફાવે તેમ અપશબ્દો બોલી કહેવા લાગ્યા કે, મારા મકાનની આગળ મારી પ્રોપર્ટી છે, તેમાં ખોદકામ કરવાનું નથી અને હું મારા મકાન આગળ ખોદકામ કરવા દઇશ નહી. સ્મિતાબેન રાવલે વઢવાણ વાઘેશ્વરી ચોક વિસ્તારમાં રહેતા ભરતસિંહના દિકરા જયપાલ, ભરતસિંહના પત્ની અને ભરતસિંહ રણજીતસિંહ સીંધવ સામે ફરિયાદ નોંધાવી હતી. વઢવાણ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હેડકોન્સ્ટેબલ બલવંતસિંહ એલ.પરમાર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...