મીઠાના વેપારીઓના જીવ પડીકે બંધાયા:ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં કમોસમી વરસાદના પગલે 12 લાખ મેટ્રિક ટન મીઠા પર તોળાતો ખતરો

સુરેન્દ્રનગર3 દિવસ પહેલા

હજી રણમાંથી મીઠું ખેંચવાની સીઝન શરૂ થવાની તૈયારી હતી, ત્યાં રણમાં વરસાદ ખાબકતા અગરિયાઓ સહિત મીઠાના વેપારીઓના જીવ પડીકે બંધાયો છે. ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં વરસાદના પગલે 12 લાખ મેટ્રિક ટન મીઠા પર ખતરો તોળાઇ રહ્યો છે. હાલમાં રણમાં મીઠું પકવવા ગયેલા 2000થી અગરિયા પરિવારો રણમાં ફસાયા, અસંખ્ય ગાડીઓ પણ રણમાં ફસાઇ છે.

છેલ્લા એક અઠવાડિયાથી હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતભરમાં કરા અને પવનના વાવાઝોડા સાથે વરસાદ અને કમોસમી માવઠાથી ખેડૂતો પાયમાલની સ્થિતિમાં આવી ગયા હતા. બીજી બાજુ મીઠા ઉદ્યોગ તરીકે પ્રચલિત એવા ખારાઘોડા અને ઝીંઝુવાડામાં આગામી 1લી એપ્રિલથી રણમાંથી જેસીબી અને ડમ્પરો વડે મીઠું ખેંચવાની સીઝન શરૂ થવાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ત્યાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં આજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ જોરદાર વરસાદ ખાબકતા રણમાં મીઠું પકવતા અગરિયાઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

બીજી બ‍ાજુ ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં આકસ્મિક વરસાદના પગલે 12 લાખ મેટ્રિક ટન મીઠા પર ખતરો તોળાઇ રહ્યો છે. હાલમાં રણમાં મીઠું પકવવા ગયેલા 2000થી અગરિયા પરિવારો રણમાં ફસાયા હોવાની સાથે અસંખ્ય ગાડીઓ પણ રણમાં ફસાઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજી બાજુ પાટડી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં વરસાદના પગલે ઠંડકનું વાતાવરણ થઇ જવા પામ્યું હતુ. ત્યારે રણકાંઠા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી માવઠાથી જગતના તાતની સાથે અગરિયા સમુદાય અને મીઠાના વેપારીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે.

2013માં રણમાં ખાબકેલા મુશળધાર વરસાદના પગલે 400થી વધુ અગરિયાઓને ટ્રેક્ટરો અને બોટ દ્વારા બચાવાયા હતા
ખારાઘોડા રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયા પરિવારોને આકરા ઉનાળામાં જ મુશળધાર વરસાદ ખાબકતા સેંકડો અગરિયા પરિવારો રણમાં ફસાયા હતા. જેમાં અસંખ્ય અગરિયા પરિવારો 40 થી 50 કિ.મી.પગપાળા ચાલીને તો બાકીના 400 જેટલા અગરિયાઓને સરકારી તંત્ર દ્વારા રણમાં ટ્રેક્ટરો અને બોટ મુકી સલામત રીતે બહાર કઢાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...