કારસો:સરકારના આ નિર્ણયથી ખેડૂતોને નહીં પણ સંસ્થાઓને ફાયદો થશે

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીની જમીન બિનખેડૂતો પણ ખરીદી શકશે
  • શિક્ષણના હેતુ માટે ખેતીની જમીનની ખરીદી શકાશે

રાજય સરકારે ગુરૂવારે ગણોત કાયદામાં મહત્વનો સુધારો કર્યો છે. જેમાં ખેતીની જમીન બિન ખેડૂત શૈક્ષણિક હેતુ માટે હવે ખરીદી શકશે. આ માટે જિલ્લા કલેકટરની મંજૂરીની પણ જરૂરિયાત રહેશે નહી. જમીન ખરીદ્યા પછી એક માસમાં કલેકટરને આ અંગે જાણ કરવાની રહેશે.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખાસ કોઇ ફાયદો નહી સંસ્થાઓને ફાયદો થનાર છે. ખેડૂતો ખાતેદાર હોવુ તે ગૌરવની બાબત માનવામાં આવતુ હતુ. અને જે લોકો ખેડૂતો ખાતેદાર ન હતા તેઓ કોઇ પણ ભોગે ખેડૂત ખાતેદાર બનવા માટે દોડધામ કરતા હતા.

પરંતુ ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુરૂવારે કરેલી જાહેરાત મુજબ હવે ગુજરાતમાં ખેડૂત નહી હોય તેવા લોકો પણ ખેતીની જમીન ખરીદી કરી શકશે. આ ક્રાંતીકારી નિર્ણયથી હાલ તો ખેડૂતોને ખાસ કાઇ ફાયદો થાય તેમ દેખાતુ નથી. પરંતુ માલદાર લોકો અને સંસ્થાઓને ફાયદો થાય તેવો ઘાટ સર્જાયો છે. અગાઉ આવી પ્રક્રિયામાં ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન જેવી કાર્યવાહીમાં લાંબો સમય પસાર થતો હતો.

નાના, સીમાંત ખેડૂતોની જમીન હડપ કરવાનો સરકારનો કારસો
વર્ષ 1998માં રાજયમાં 1.11 કરોડ ખેડૂતો હતા. આજે માત્ર 56 લાખ જ ખેડૂતો રહ્યા છે. સરકાર દેવા નાબુદ કરવા, સિંચાઇનું પાણી આપી નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાના બદલે તેમની જમીન હડપ કરવાનો કારસો રચી રહી છે. શૈક્ષણિક સંકુલો બનાવવા જ હોય તો રાજયની બિન ઉપજાવ જમીન પર બનાવવા જોઇએ. જો બધી ખેતીની જમીન વેચાઇ જશે તો અનાજ કયાંથી ઉગશે ? - ભરતસિંહ ઝાલા, કિશાન અધિકાર મંચ

અન્ય સમાચારો પણ છે...