સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભામાં ભાજપ,કોંગ્રેસની સાથે આપના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.ત્યારે દર ચૂંટણીમાં ઉમેદવારોના અભ્યાસને લઇને અનેક ચર્ચાઓ ચાલતી હોય છે. આવા સમયે ત્રણેય પક્ષના જે ઉમેદવારોના નામ જાહેર થયા છે તેમાં સિવીલ એન્જીન્યરથી લઇને સ્નાતક તથા ધો.9 થી ધો.12 પાસ ઉમેદવારો વચ્ચે આવખતે ચૂંટણી જંગ જામશે.સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ,કોંગ્રેસ અને આપે જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમના અભ્યાસ ઉપર એક નજર કરીએ તો ભાજપના ઉમેદવારોમાં ધો.10,11 અને ધો.12 પાસ 3 ઉમેદવાર છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપે જાહેર કરેલા ઉમેદવારનો અભ્યાસ | ||||||
કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો | ભાજપ પાર્ટીના ઉમેદવારો | આપ પાર્ટીના ઉમેદવારો | ||||
બેઠક | ઉમેદવાર | અભ્યાસ | ઉમેદવાર | અભ્યાસ | ઉમેદવાર | અભ્યાસ |
લીંબડી | કલ્પનાબેન મકવાણા | સ્નાતક | કિરિટસિંહ રાણા | ધો. 10 પાસ | મયુરભાઈ સાકરીયા | ધો. 12 |
ચોટીલા | ઋત્વીકભાઇ મકવાણા | ડી.બીએડ્ | સામજીભાઈ ચૌહાણ | ધો. 11 પાસ | રાજુભાઈ કરપડા | બીએ, એલએલબી. |
વઢવાણ | તરૂણભાઈ ગઢવી | સ્નાતક | - | - | હિતેશભાઈ બજરંગ | મિકેનિકલ એન્જિનયર |
પાટડી | નૌશાદભાઈ સોલંકી | સિવિલ એન્જિનિયર | પી.કે.પરમાર | સિવિલ એન્જિનિયર | અરવિંદભાઈ સોલંકી | ધો. 10 |
ધ્રાંગધ્રા | છત્રસિંહ ગુજરીયા | ધો. 9 પાસ | પ્રકાશભાઈ વરમોરો | ધો. 12 પાસ | વાઘજીભાઈ પટેલ | ધો. 12 પાસ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.