દુકાનોમાં નબળી ઘરાકી:પતંગબજારમાં ખરીદીની હવા પડી ગઈ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બજારમાં રંગબેરંગી પતંગોએ લોકોનું ધ્યાન આકર્ષણ કર્યું હતું. - Divya Bhaskar
બજારમાં રંગબેરંગી પતંગોએ લોકોનું ધ્યાન આકર્ષણ કર્યું હતું.
  • ઝાલાવાડમાં ઉત્તરાયણના 9 દિવસ પહેલાં દુકાનોમાં નબળી ઘરાકી, છેલ્લા 3 દિવસ પર વેપારીઓને આશા

ઝાલાવાડના આકાશમાં ‘એ કાપયો છે’ ને ‘ચલ ચલ લપેટ’ના નારા સાથે પતંગની મોજ મણવાને આડે માત્ર 9 દિવસ બાકી છે પરંતુ બજારમાં ઘરાકીનો પવન પડી ગયેલો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 3 દિવસમાં ભારદોરીએ ખરીદી થવાની વેપારીઓને આશા છે.

આ વર્ષે પતંગ-દોરાના ભાવમાં થયેલા 15 ટકા જેટલા વધારાને કારણે પતંગરસિયાઓની મુશ્કેલી વધી છે જોકે વેપારીઓએ માલનો ફૂલ સ્ટોક કરી રાખ્યો છે. આ વર્ષે બીજી એક મહત્ત્વની બાબત છે કે જિલ્લામાં ચાઇનીઝ બનાવટના કાપડના પતંગની બોલબાલા છે. કાગળના પતંગ સામાન્ય રીતે પંજાના ભાવથી વેચાતા હોય છે જ્યારે આ કાગળના પતંગ રૂ. 30થી રૂ. 200ના એક પતંગના ભાવથી વેચાઈ રહ્યા છે. ઝાલાવાડમાં ઉત્તરાયણના દિવસે અંદાજે દોઢ કરોડ રૂપિયાની પતંગ-દોરાની ખરીદી થતી હોય છે.

કાચો માલ અને મજૂરી વધતાં ભાવ વધારો થયો છે
જિલ્લામાં ખંભાત, અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતનાં શહેરોથી પતંગો આવતા હોય છે. ગત વર્ષે લોકડાઉનને કારણે કાચા માલની સપ્લાય જેમાં કાગળ, કમાન, ડેકોરેશનની વસ્તુની સપ્લાય ઘટવી તથા મજૂરીમાં પણ વધારો થતાં પતંગના ભાવમાં 10થી 15 ટકાનો ભાવ વધારો આ વર્ષ રહેશે. પતંગ પર 5 ટકા, કાચા દોરા પર 5 ટકા, તૈયાર ફિરકા પર 12 ટકા જીએસટીથી પણ વધારો રહેશે. છે. > ફારૂકભાઇ મેમણ, પતંગના હોલસેલ વેપારી

આ વર્ષ ડેકોરેશન, પંતગ સહિતની નવી વેરાઇટી
સુરેન્દ્રનગરમાં આ વર્ષ બજારમાં પ્રથમ વાર કાપડના પતંગો જોવા મળશે, જ્યારે નાનીમોટી ડિઝાઇનમાં રાજકીય આગેવાનો, કાર્ટુન, દેશભક્તિને લગતા ચિત્રો સ્લોગન, નવા વર્ષ 2022ને આવકારતા આકર્ષણ જમાવશે. બાળકો માટે લાઇટોવાળી ટોપી, ચશ્માં લઈને આવશે જ્યારે પ્રાણીઓ, કાર્ટુન કેરેક્ટર્સ, ઓનલાઇન ગેમના કેરેક્ટર્સના ડિઝાઇનનાં મહોરાં પણ આકર્ષણ જમાવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ અને આ વર્ષ દોરી પતંગના ભાવ વધઘટ

પતંગગત વર્ષઆ વર્ષ
નાની સાઇઝરૂ. 10 પંજોરૂ. 20
મીડિયમ પ્લાસ્ટિકરૂ. 7-10રૂ. 10-15
કાગળરૂ. 15રૂ. 20થી 25
મોટી સાઇઝરૂ.20રૂ. 25થી 35

દોરીના ભાવ તૈયાર ફિરકી

વારગત વર્ષઆ વર્ષ
1000200250થી 300
2500350350થી 400
5000600600થી 700

કાચા દોરાના રીલના ભાવ

વારગત વર્ષઆ વર્ષ
10005050થી 200
2500350350થી 400
5000500600થી 650

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...