ભાસ્કર વિશેષ:સમાજમાંથી વ્યસન ઘોરપ્રથા, મૃત્યુભોજને તિલાંજલી આપવા આહવાન કરાયું

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરમાર ક્ષત્રીય પરિવાર મૂળી ચોવીસીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરમાં પરમાર ક્ષત્રીય પરિવાર મૂળી ચોવીસીનો સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સંતો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજની વિશિષ્ટ વ્યક્તિ, સરકારી કર્મચારી અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં તમામ આગેવાનોએ વ્યસન મુક્તિ, ઘોર અને મૃત્યુ ભોજનને તીલાંજલી આપવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં અંબિકા આશ્રમ સાંગાણાના રમજુ બાપુ, મોટિવેશનલ સ્પિકર નેહલબહેન ગઢવી ઉપસ્થિત રહ્યાં હતાં. વિશિષ્ટ વ્યક્તિઓ, 10 વર્ષમાં ક્લાસ 1-2 અને સરકારી નોકરીમાં પસંદગી પામેલા સમાજના યુવાનો અને 100થી વધુ તેજસ્વી વિદ્યાર્થીને સન્માનિત કરાયા હતા. સમાજમાં રહેલી ઘોરપ્રથા, વ્યસન, મૃત્યુભોજ સહિતના કુરીવાજોને તિલાંજલી આપવા આહવાન કરાયું હતું. સમાજને મજબૂત બનાવવા યુવાનોને રજિસ્ટ્રેશન કરાવી તેની ડિરેક્ટરી બનાવવાનું પણ આયોજન કરાયું હતું.

સમાજના ઉપયોગી કાર્ય માટે દરેક ઘરે દાન કુંભ મુકાશે
કાર્યક્રમમાં સમાજના ઉત્થાન અને સેા કાર્યો માટે દરેક ઘરમાં દાન કુંભ મૂકવાનું આયોજન કરાયું હતું, જેમાં રોજ ઓછામાં ઓછો 1 રૂપિયો અથવા યથાશક્તિ તેમાં મુકાશે, જે વર્ષ પૂરૂં થતાં તેમાંથી એકત્ર થયેલું દાન સમાજના ઉત્થાન માટેનાં કાર્યો માટે વપરાશે.

અન્ય સમાચારો પણ છે...