તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસુવિધા:પીએમ રૂમની બહાર બેસવાની સુવિધા તો છે પરંતુ તેને છત જ નથી

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં પાર્કિંગ અને બેસવાની અસુવિધા
  • વાવાઝોડાને કારણે બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગની છતને નુકસાન થયું છે જેનું રિપેરિંગ કામ હાથ ધરીને સુવિધા ઊભી કરવામાં આવશે : તંત્ર

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના પીએમ રૂમ સામે જ મૃતદેહ લઇને આવનાર લોકો માટે બેઠક વ્યવસ્થામાં અસુવિધા દેખાઇ છે. ઉપરથી ખૂલ્લી રહેલી આ બેઠક વ્યવસ્થામાં લોકોને આકરા તાપ તેમજ ચોમાસામાં પલળવાનો ઘાટ સર્જાયો છે. જ્યારે અમુક પાર્કિંગ સ્ટેન્ડની પણ આવી દશા હોવાનું બહાર આવ્યુ છે.સુરેન્દ્રનગર શહેરમાં સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો સારવાર માટે આવે છે. બીજી તરફ અકસ્માત સહિતના ઇમરજન્સી કેસમાં મોતને ભેટેલા લોકોનું પીએમ પણ આ હોસ્પિટલમાં કરવામાં આવે છે.

ત્યારે પીએમ રૂમ સામે જ મૃતકોના પરિવારજનો સહિતના લોકો બેસે તે માટે બેઠક વ્યવસ્થા સાથેનુ સ્ટેન્ડ લોકો વાહનો પાર્કિંગ કર તે માટે પણ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ વાવાઝોડા દરમિયાન આ સ્ટેન્ડ ઉપર રહેલા છાયડાના પતરાઓ સહિતની ચીજવસ્તુઓનું નામોનિશાન ન રહેતા હાલ નીચેથી લઇને છેક ઉપરથી ખૂલ્લા ભાસી રહ્યાં છે. આ અંગે ગુણવંતભાઈ પરમાર, મઘાભાઈ સોલંકી વગેરે જણાવ્યું કે, હાલ પીએમ માટે લઇને મૃતદેહ આ હોસ્પિટલે આવવુ પડે છે. ત્યારે બેઠક વ્યવસ્થામાં તડકો તેમજ વરસાદી મહોલમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છ.

જ્યારે પાર્કિંગ સ્ટેન્ડ ઉપર પણ ખૂલ્લુ હોવાથી વાહનો પલળવાના બનાવો બને છે. ત્યારે આ અંગે અહીંયા ઉપર પતરા કે અન્ય વસ્તુથી ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવે તો લોકોને રાહત થાય. આ અંગે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. હરીશ એમ.વેસેતિયને જણાવ્યું કે, વાવાઝોડામાં આ બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગમાં નુકસાન થયુ છે જે ટૂંક સમયમાં રિપેરીંગ કામ હાથ ધરીને સુવિધા ઉભી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...