બોર બનાવનારની વિગતો તંત્ર પાસે નથી:બોર બનાવનારે રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જોગવાઈ જ નથી

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં નર્મદાનાં નીર આવવા છતાં અનેક વાડીમાં બોરથી પાકને પાણી પાવામાં આવે છે. અને આથી જ અનેક વાડીમાં બોર આવેલા છે. ધ્રાંગધ્રા તાલુકામાં 7 વર્ષમાં બોરમાં બાળક પડવાની 4 ઘટના બની છે અને 3 કિસ્સામાં બાળકનાં મૃત્યુ થયાં છે. આમ છતાં ખેતીવાડી, પાણી પુરવઠા કે ફ્લડ વિભાગમાં આવા બોરની નોંધણી કરવાની જ કોઈ વ્યવવસ્થા નથી.

ધ્રાંગધ્રા, હળવદ, સાયલા, ચોટીલા તથા મૂળી પંથકનાં ગામોમાં ખાસ કરીને જ્યાં નર્મદાનાં નીર નથી પહોંચ્યાં તેવાં ગામોમાં વાડીમાં બોર બનાવીને સિંચાઈ કરવાનું પ્રમાણ વિશેષ છે. દુદાપુરા ગામની ઘટના બાદ ખેતીવાડી શાખા, ફલ્ડ અને સિંચાઈ વિભાગમાં બોરના નિયમો બાબતે તપાસ કરી તો જિલ્લામાં કુલ કેટલા બોર છે તેની કોઈ વિગત તંત્ર પાસે ન હોવાની ચોંકાવનારી વિગતો મળી હતી. આટલું જ નહીં, બોર બનાવનારે કોઈ રજિસ્ટ્રેશન કરવાની જોગવાઈ પણ નથી. ખેતરના માલિક પોતાની જગ્યામાં જાણ કર્યા વગર બોર બનાવી શકે છે.

ધ્રાંગધ્રા પંથકમાં 7 વર્ષમાં બોરમાં પડી જવાના 4 બનાવમાં શિવમ્ બચ્યો
ધ્રાંગધ્રા પંથકમાં બોરની સંખ્યા વધુ છે અને આથી જ આ પંથકમાં 7 વર્ષમાં બોરમાં બાળક પડી જવાના કુલ 4 બનાવ બની ચૂક્યા છે, જેમાં રાવળિયાવદર, કંકાવટી, ઘનશ્યામપુરમાં પણ બાળક પડી ગયાં હતાં. આ ત્રણેય બનાવમાં બાળકનાં મૃત્યુ થયાં હતાં જ્યારે શિવમે મોત સામે જિંદગીનો જંગ જીતી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...