આર્થિક તંગીથી કંટાળી ખેડૂતનો આપઘાત:સ્યુસાઇડ નોટમાં લખ્યું, 'હે અલખધણી મારા જેવું દુઃખ કોઇને ન આપતો, દીકરીઓ માફ કરજો તમને ભણાવી ન શક્યો'

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી - Divya Bhaskar
ખેડૂતે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી
  • હળવદના અજીતગઢ ગામના ખેડૂતે હૃદયદ્રાવક વેદના ત્રણ પાનાની સ્યુસાઇડ નોટમાં ઠાલવી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા એક ખેડૂતે આર્થિકતંગીથી કંટાળી આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં ખેતી કરવા માટે અને દવા લેવા માટે પૈસા ના હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી
હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રમેશભાઈ પ્રભુભાઈ લોરીયા નામના 40 વર્ષીય ખેડૂતે આર્થિક ભીંસમાં આવી જઇ આજે કીડી નાલા પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવી દઈ મોતને વ્હાલું કરી લીધું હતું. મૃતક રમેશભાઈએ અંતિમ પગલું ભરતા પહેલા હૃદય દ્રવી ઉઠે તેવી સ્યુસાઇડ નોટ પણ લખી હોય પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી છે.

મૃતકે લખી હોવાની મનાતી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી
મૃતકે લખી હોવાની મનાતી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી

ઘરમાં ખાવાના પણ ફાંફા હોવાનો ઉલ્લેખ કર્યો
મૃતક રમેશભાઈ લોરીયાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સ્યુસાઇડ નોટમાં તેમને ખેતીમાં સતત આવતી નુકસાનીથી હવે આગલી સિઝન માટે ખેતીકામ કરવાના પૈસા ન હોવાનું અને દવા માટે પણ પૈસા ન હોવાનો ઉલ્લેખ કરી ઘરમાં હવે ખાવાના પણ ફાંફા હોવાનું જણાવ્યું છે.

આ ઉપરાંત તેમને પોતે આપઘાત કરી રહ્યાં છે. તેની પાછળ કોઈ જવાબદાર ન હોવાનું સ્યુસાઇડ નોટમાં લખી પત્ની અને માતાપિતાને માફ કરી દેવા અને પોતે કાયર નીકળ્યા એવું જણાવી પોતાના પુત્રને ઘરના સભ્યોનું ધ્યાન રાખવા જણાવી અલખધણી મારા પુત્રની લાજ રાખજો તેવા શબ્દો પણ સ્યુસાઇડ નોટમાં લખ્યા છે. આમ, કોરોના મહામારી અને લોકડાઉન બાદ લોકોને કેવી આર્થિક મુશ્કેલી પડી રહી છે. તે બાબત જણાવી આર્થિક ભીંસથી કંટાળી રમેશભાઈ લોરીયાએ આંત્યાતિક પગલું ભરી લેતા સમગ્ર હળવદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ત્રણ પાનાની સ્યુસાઈડ નોટમાં ખેડૂતે અંતરની વ્યથા ઠાલવી
હું આર્થિક મુસીબતથી આત્મહત્યા કરુ છુ.મારી આત્મહત્યામાં કોઇનો દોષ નથી. કેનીટ મને માફ કરજે સેના મને માફ કરજે માતા પીતા મને માફ કરજો નેની મને માફ કરજે ક્રિસા મને માફ કરજે રસીલા મને માફ કરજે
હે ઇશ્વર મારા છોકરાની લાજ રાખજે કુદરત તને હિંમત આપે કેનીટને મોટો કરજો મારૂ દુ:ખ ભૂલાવી દેજો. હું તો કાયર નીકળો. અડધી દુનિયા છોડીને ચાલી ગયો તમને બધાને રઝળતા મૂકીને હાલી નીકળો. ખેતીમાં નુકસાનીનો સામનો હવે મારાથી થાય તેમ નહોતો હવે મારી પાસે ખેતીના રૂપિયા પણ નહોતા ખાવાના ફાફા હતા દવાખાને જવા ના પૈસા ન હતા એટલે મે આ પગલું ભર્યું છે. હવે હું જીવુ તો માનસિક ટેન્શન વધી જાતુ તુ એટલે આ પગલું ભર્યું છે. અલખધણી તમારી લાજ રાખે.કેનીટ હું તને નથી ભૂલી શકું તેમ દીકરા તારા લાડકોડ મે નો પુરા કર્યા તારૂ અને મારૂ આટલુ જ લેણું હતુ.હે અલખ ધણી મારા જેવું દુઃખ કોઈને ના દેતો. કાકા મને માફ કરજો
તમને નિરાધાર મૂકીને હાલી ગયો તમે બધા ને હિંમત આપજો. બા મને માફ કરજો હું તો તમારો બીજો ગુનેગાર છું. તમે મને મજૂરી કરીને મોટો કર્યો પણ મેં તમને આવું ફળ આપ્યુ. ઉત્સવ બધાને બેટા હિમ્મત આપજે. બધાય નું ધ્યાન રાખજે.મોટાભાઈ ક્રીશનું ધ્યાન રાખજે. ભાભી તમારી દીકરી ક્રીશાને લાડ કોડથી રાખજો…. બસ નેન્સી બેટા મને માફ કરજે તને હું નો જણાવી શકયો બેટા મને માફ
કરજે. શ્વેતા મને માફ કરજે .મારી દીકરી તને હું ન જણાવી શકયો.

અન્ય સમાચારો પણ છે...