ચકચાર:વીંજકંપનીના પોલટેસ્ટમાં 2 યુવાનો પડ્યા હોવાની લોકોમાં ચર્ચાથી ચકચાર

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં વાયરમેન સહિતના કોર્ષ કરીને યુવાનો એપ્રિન્ટિસ સહિતની કુશળતા પ્રાપ્ત કરીને ભવિષ્ય ઉજવળ બનાવી રહ્યા છે. તો બીજી તરફ વધુમાં વધુ યુવાનો વીજકંપનીમાં જોડાઇ તે માટે તંત્ર પ્રયાસો કરી રહ્યુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી એપ્રિન્ટિસ સહિતના યુવાનો માટે સુરેન્દ્રનગરની મુખ્ય વીજકચેરીએ પોલ સ્ટેટ ચાલી રહ્યો છે.

અને ગુરૂવારે પણ આ ટેસ્ટ ચાલુ રહેશે. ત્યારે બુધવારે પોલટેસ્ટ દરમિયાન બે યુવાનો નીચે પડયાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. અને આ ટેસ્ટમાં યુવાનોને હેલ્મેટ તેમજ પકડ સહિતના સામાનનો કોટ પહેરવામાં આવતો હોવાની અને યુવાનોની સલામતી રહે તે માટે દોરડા જેવુ સ્પોટ ન આપવામાં આવતો હોવાની બૂમરાણ ઉઠી હતી.

જ્યારે આ બનાવ અંગે સુરેન્દ્રનગર મુખ્ય પીજીવીસીએલ કચેરીના અધિક્ષક વી.જી.મારકણે જણાવ્યું કે, પોલટેસ્ટ દરમિયાન પડયુ હોય તેવી કોઇ ઘટના બની નથી. અને નિયમ પ્રમાણે જ પોલટેસ્ટ લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...